તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલ્પેશ ઠાકોરે 90 કરોડની સોપારી લીધાનો આક્ષેપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલ્પેશ ઠાકોરની ફાઈલ તસવીર - Divya Bhaskar
અલ્પેશ ઠાકોરની ફાઈલ તસવીર
  • ‘બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં કોંગ્રેસ ના જીતે એ જવાબદારી અલ્પેશ ઠાકોરે લીધી છે

પાલનપુર: લાખણી ખાતે કોંગ્રેસના કાર્યાલયના ઉદ્ધાટન સમયે લાખણી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવંતભાઈ ઠાકોરે સભામાં જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોરે 90 કરોડની સોપારી લીધી છે. ઉત્તર ગુજરાતની લોકસભાની પાંચ સીટ કોંગ્રેસ ના જીતે એટલે ભાજપ પાસેથી 90 કરોડની સોપારી અલ્પેશ ઠાકોરે લીધી હોવાનો આક્ષેપ ભરી સભામાં કર્યો હતો.

અલ્પેશ ઠાકોરે દિયોદરમાં કોંગ્રેસમાં સોદાબાજી થઇ રહી હોવાનું નિવેદન આપ્યા બાદ લાખણી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ઠાકોર સમાજના આગેવાન બળવંત ઠાકોરએ લાખણી ખાતે આયોજિત કોંગ્રેસના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે જણાવ્યુ હતું કે ‘બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં કોંગ્રેસ ના જીતે એ જવાબદારી અલ્પેશ ઠાકોરે લીધી છે. શરૂઆતમાં જ તેમણે જણાવ્યું હતું કે ‘અલ્પેશ ઠાકોરે ગેસના બાટલાવાળાને પૈસાથી ઉભો રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે ઠાકોર સમાજમાં અલ્પેશ ઠાકોરને લઇ બે ભાગ થઇ ગયા છે.