તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બનાસકાંઠા: ટ્રેક્ટરે રોંગ સાઈડમાં આવતા બાઈકને અડફેટે લીધું, બે પિતરાઈ ભાઈના મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એકનું ઘટનાસ્થળે મોત બીજાનું સારવાર દરમિયાન મોત

પાલનપુર/ લાખાણી: લાખાણી તાલુકાના સેકરાથી ધુણસોલ ગામ વચ્ચે ટ્રેક્ટર ચાલકે રોંગ સાઈડમાં આવતા બાઈકને ઉલાળ્યું હતું. જેમાં બાઈક પર સવાર બે પિતરાઈ ભાઈઓ પૈકી એકનું ઘટનાસ્થળે મોત થતાં ખાનગી વાહનમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ખસેડાયો હતો. જ્યારે બીજા પિતરાઈનું ડીસા હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ ગંભીર ઈજાને પગલે તેનું મોત નિપજ્યું હતું. 
મરણ પ્રસંગેથી પરત ફરતાં બનાવ: મહેશ તેજાભાઈ ઠાકોર અને મુકેશજી જેઠાજી ઠાકોર બંને પિતરાઈ ગઈકાલે વહેલી સવારે ઉંબરી ગામે મરણપ્રસંગે ગયા હતા. બંને જણ ડિસ્કવર બાઈક જીજે 01પીએલ0045માં પરત ફરતાં હતા. ત્યારે સેકરા ગામની સીમમાં જીજે08ડી4557 નંબરના સોનાલિકા ટ્રક્ટરે બાઈકને અડફેટે લીધું હતું.
ટ્રેક્ટર ચાલક સામે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી: મૃતક મહેશના મોટા ભાઈ પરબત ઠાકોરે અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
(તસવીર અમે માહિતી જીતેન્દ્ર પઢીયાર, પાલનપુર)
અન્ય સમાચારો પણ છે...