અંબાજી મંદિરમાં આતંકી હુમલાની મોકડ્રીલ, એકને ઠાર મરાયો એકને જીવતો પકડ્યો
અંબાજી: પ્રસિધ્ધ અંબાજી મંદિરમાં બે આતંકી ઘૂસ્યાનો મેસેજ વાઈરલ થયો હતો. જેને પગલે અંબાજીમાં દોડધામ મચી હતી. પરંતુ તે મોકડ્રીલ હોવાનું બહાર આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. મંદિરમાં જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે મોકડ્રીલ યોજી હતી. જેમાં એક આતંકીને ઢાર માર્યો હતો અને એકને જીવતો પકડ્યો હતો.
સુરક્ષાની સ્થિતિ ચકાસવા: બનાસકાંઠા એસપી પ્રદીપ શેજુળની સૂચનાથી એસઓજી, એલસીબી, અંબાજી પોલીસ, ડોગ સ્કવોર્ડ સહિતની ટીમે આતંકીઓ મંદિરમાં ઘૂસ્યા અંગેની મોકડ્રીલમાં જોડાઈ હતી. સુરક્ષાની સ્થિતિ તપાસવા માટે મંદિર પરિસરને ખાલી કરવામાં આવ્યું હતું. મંદિરમાં છુપાયેલા આતંકીઓ પૈકી એકને ઠાર કરાયો અને એકને જીવતો પકડી પાડ્યાની ફિલ્મી સ્ટાઈલમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.