તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરના દાંતીયામાં લગ્નની પત્રિકામાં ‘હર હર મોદી ઘર ઘર મોદી’ લખાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી પંચે નોટિસ ફટકારી લગ્નની પત્રિકા કબ્જે કરી
  • ફરિયાદ મળ્યેથી ઘટતી કાર્યવાહી કરવામાં આવશે: નાયબ કલેક્ટર
  • પત્રિકામાં બંને તરફ કમળના નિશાન અને નરેન્દ્ર મોદીની તસવીર
પાલનપુર: થરાદ તાલુકાના દાંતિયા ગામમાં પટેલ પરિવારમાં આગામી 17 એપ્રિલે લગ્નનો પ્રસંગ છે. જેથી લોકોને લગ્નમાં આમંત્રણ પાઠવવા લગ્ન પત્રિકામાં વ્યસનમુક્તિ રાવણું શબ્દ લખ્યો છે. આ ઉપરાંત ‘આપનો કિંમતી મત 2019માં નરેન્દ્ર મોદી (ભાજપ)ને આપો-અપાવો, હર હર મોદી-ઘર ઘર મોદી’ જેવું લખાણ પત્રિકામાં લખી બંને તરફ કમળના નિશાન અને નરેન્દ્ર મોદીની તસવીર મૂકી છે. હાલમાં આચારસંહિતા અમલમાં હોઇ આ પ્રકારે અગાઉ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી લાખણીના વજેગઢ ગામના ભાટી પરિવારની પત્રિકા મામલે ચૂંટણીપંચે નોટિસ પાઠવી હતી અને તમામ પત્રિકા કબજે કરી હતી. ત્યારે દાંતીયા ગામની પત્રિકા વાઇરલ થતાં વિવાદ સર્જાયો છે. આ સમગ્ર મામલે થરાદના નાયબ કલેકટર વી.સી.બોડાણાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ફરિયાદ મળ્યેથી ઘટતી કાર્યવાહી કરાશે.
અન્ય સમાચારો પણ છે...