આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, શક્તિપીઠ અંબાજીના આરતી-દર્શનના સમયમાં ફેરફાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેશે
  • સુરક્ષાના ભાગરૂપે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

અંબાજી: આજથી વાસંતી નવરાત્રી નો પ્રારંભ થશે. આ દિવસે જ્યોતિષાચાર્ય જ્યોતિષ દિવસની ઉજવણી કરશે.જ્યારે સિંધી સમાજમાં શ્રી ઝૂલે લાલ દરિયાલાલ જયંતીની ઉજવણી થશે. આ દિવસે ગુડીપડવાની ઉજવણી પણ થાય છે.

જ્યોતિષી આશિષ રાજલના જણાવ્યા અનુસાર વર્ષની ચાર નવરાત્રિમાં આ નવરાત્રીનું વિશેષ મહત્વ સાધના સિદ્ધિ કરવા માટે છે. આધ્યાત્મિક ઊર્જા વધારવા, નવ દુર્ગા ઉપાસના કરવી, સશસ્ત્ર અર્ચન, રોગોપચાર તથા ગાયત્રી અનુષ્ઠાન તેમજ મંત્ર-તંત્રના પ્રયોગ બગલામુખી સાધના સિદ્ધિ કરવા માટે અતિ મહત્વની ગણાય છે.

શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબેના સાનિધ્યમાં પવિત્ર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થવાનો છે. આ નિમિત્તે મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રિને દરમિયાન દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન માટે આવતા હોય છે. ત્યારે સુરક્ષાના ભાગરૂપે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

ઘટ સ્થાપનના શુભ મુહૂર્ત

* સવારે શુભ ચોઘડિયાં 8.04 - 9.32 શ્રેષ્ઠ મુહૂર્ત છે

* બપોરે ચલ ચોઘડિયું 12.34 - 1.18 સુધીમાં પણ કરી શકાય

ઘટ સ્થાપન પૂર્વ દિશામાં ઘઉં, મગ, અક્ષત, કળશ, શ્રીફળ, આસોપાલના પાન કે આં બાના પાન, સવા રૂપિયો, માતાજીની તસવીર સફેદ કે લાલ કલરના કપડાં ઉપર મૂકીને સ્થાપન કરવું. ઘણા સાધક મીઠા વગરની ચીજવસ્તુ ખાઈને ઉપાસના કરતા હોય છે. તેમ જ કચડવા લીમડાના મોરનો રસ પીવાનું આરોગ્ય માટે આયુર્વેદિક આચાર્યો ઉત્તમ માને છે.

ભદ્રકાળી માતાને 9 દિવસ વિશેષ શણગાર થશે: ભદ્રકાળી મંદિરમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીને નવ દિવસ વિશેષ શણગાર કરાશે. ગુડીપડવા નિમિત્તે માતાજીના મંડપ પર ધજા પર ગડી લગાડવામાં આવશે. નગરદેવીને પાંચમના દિવસે 7 સાડીઓને શણગાર કરવામાં આવશે.

અંબાજી મંદિર આરતી દર્શનનો સમય
1. આરતી સવારે- 7થી 7.30
2. દર્શન સવારે-8થી 11.30
3. રાજભોગ બપોરે- 12 વાગ્યે
4. દર્શન બપોરે- 12.30થી 4.30
5. આરતી સાંજે- 7થી 7.30
6. દર્શન સાંજે- 7.30થી 9
7. ચૈત્ર સુદ આઠમ: આરતી સવારે- 6 વાગ્યે

અન્ય સમાચારો પણ છે...