અંબાજી મંદિરમાં ઘટસ્થાપન વિધિ સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, ભક્તોની ભારે ભીડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરઃ વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં આજે ઘટસ્થાપન વિધિ સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. રાજ્યભરમાંથી ભક્તોની મોટી ભીડ સવારથી જ દર્શન માટે આવી છે. મંદિરના મુખ્યપુજારી, પ્રાંતઅધિકારી અને હિસાબી અધિકારીની ઉપસ્થિતીમાં ઘટસ્થાપન વિધિ સંપન્ન થઈ હતી. 

ઘટસ્થાપન વિધિમાં સાત પ્રકારના અનાજ મિશ્રીત અનાજના જવેરા પણ વાવવામાં આવ્યા છે. આ ઘટસ્થાપનમાં વાવવામાં આવતા જવેરા નવમાં દિવસે ઉગતાં જોઇને ખેડુતો માટેનું વર્ષ કેવું રહેશે તેનો પણ અંદાજ નિકાળવામાં આવે છે. આ સાથે આજથી હિન્દુઓ માટેના નવા વર્ષની પણ શરુઆત થાય છે.

અંબાજી મંદિર આરતી દર્શનનો સમય
1. આરતી સવારે- 7થી 7.30
2. દર્શન સવારે-8થી 11.30
3. રાજભોગ બપોરે- 12 વાગ્યે
4. દર્શન બપોરે- 12.30થી 4.30
5. આરતી સાંજે- 7થી 7.30
6. દર્શન સાંજે- 7.30થી 9
7. ચૈત્ર સુદ આઠમ: આરતી સવારે- 6 વાગ્યે