ચોરી / માઉન્ટ આબુના રાજભવનમાંથી ચોરાયેલી 7 એન્ટિક બંદૂક લાવારિસ મળી

DivyaBhaskar.com | Updated - Mar 15, 2019, 11:16 AM
7 Antique guns stolen from the rajbhavan of Mount Abu

  • 3 માર્ચે બ્રિટિશ સમયની બંદુકો કોઈ શખ્સો ચોરી કરી ગયા હતા


અમીરગઢ: માઉન્ટ આબુના રાજભવનમાં રાખેલી એન્ટિક બંદૂકોમાંથી 7 બંદૂકોની પખવાડિયા અગાઉ ચોરી થઇ હતી. જોકે પોલીસ દ્વારા આ ઘટનાને લઇ સક્રિયતા દાખવવામાં આવતા ચોર બંદૂક નજીકની વનવિભાગની નર્સરી નજીક મૂકી ફરાર થઇ ગયા હતા. પોલીસે બંદૂકનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.
વનવિભાગની નર્સરીના દરવાજા પાસેથી બંદૂક મળી: માઉન્ટ આબુમાં આવેલા રાજભવનમાં બ્રિટિશ સમયની 9 જેટલી બદુકો શોપીસમાં રાખી હતી. જે એન્ટિક બંદૂકો પર અજાણ્યા શખસોની નજર બગડતા 9 બંદૂકો પૈકીની 7 બંદૂકોની 3 માર્ચે ચોરી કરી ગયા હતા. પોલીસ તંત્ર હરકતમાં આવી આવતા-જતા તમામ માર્ગો પર પોલીસ દ્વારા બાઝ નજર રાખી રહી હતી. દરમિયાન પોલીસની સક્રિયતા બાદ બંદૂક ચોરો દ્વારા બંદૂક લઇ જવાનો માર્ગના મળતા અજાણ્યા શખસો દ્વારા બંદૂકોને માઉન્ટ આબુ વનવિભાગની નર્સરીના પાછળના દરવાજા આગળ મૂકી ફરાર થયા હતા. જે બંદૂક અંગેની પોલીસને લોકો દ્વારા જાણ કરાતા પોલીસે બંદૂકોનો કબજો લઈ ચોરોને પકડવા ચક્રોગતીમાન કર્યા છે.

(તસવીર અને માહિતી- જીતેન્દ્ર પઢિયાર, પાલનપુર)

X
7 Antique guns stolen from the rajbhavan of Mount Abu
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App