ડીસા / ખેડૂત પાસે જમીન ખરીદવાના બહાને 8 લાખની ઠગાઇ, 2 સામે ગુનો

8 lakh fraud with farmer complain filed against two

  • અમદાવાદના બે જમીન દલાલોની જાનથી મારી નાખવાની ધમકી

Divyabhaskar.com

Sep 16, 2019, 07:59 AM IST

ડીસાઃ ડીસામાં કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતને અમદાવાદના બે શખ્સોએ અમદાવાદ ઘુમા ખાતે જમીન ખરીદવા 8 લાખ લઇ લીધા હતા. જોકે ખેડૂતે જમીન માલિકને મળવાની વાત કરતા બન્ને શખ્સોએ ગલ્લા તલ્લા કરતા તેઓએ પૈસા પાછા માંગ્યા હતા. બાદમાં બન્ને શખ્સો ડીસા આવતા ખેડૂતે પૈસા માંગતા આ બન્ને શખ્સોએ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી શાના પૈસા શાની વાત કહી જતા રહ્યા હતા. અંતે ખેડૂતે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ડીસામાં રહેતા ચમનલાલ નારણજી સોલંકી (માળી)નો દીકરો જીગ્નેશ અમદાવાદ ખાતે જમીન લે-વેચનો ધંધો કરે છે. અમદાવાદ ખાતે રહેતા ભુરાભાઈ ચેહરાભાઇ દેસાઇ તથા ગોવિંદભાઈ ચહેરાભાઈ દેસાઈ જમીન દલાલ હોવાથી તેઓને અવાર-નવાર મળતા અને જમીન દલાલીના વ્યવસાય કરતા હતા. ચમનભાઈએ જમીન પેટે શરૂઆતમાં 8,01,000 ભુરાભાઈ તથા ગોવિંદભાઈને આપ્યા હતા અને સમજૂતી કરાર કર્યો હતો.

અનેકવાર ચમનલાલ માળીએ મૂળ માલિક સાથે મુલાકાત કરાવવા અંગે પૂછપરછ કરતા બન્ને શખ્સોએ ગલ્લા તલ્લા કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો. 12 સપ્ટેમ્બરના રોજ ચમનલાલ તેમની ઓફિસે બેઠા હતા ત્યારે ભુરાભાઈ તથા ગોવિંદભાઈ દેસાઈ પૈસાની ઉઘરાણી કરતા બંને શખ્સો ઉશ્કેરાઇ શાના પૈસા અને શાની વાત તેમ કહી હોબાળો કરી ચમનભાઈને અપશબ્દો બોલી પૈસાની ઉઘરાણી કરશે તો તેઓને મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

X
8 lakh fraud with farmer complain filed against two

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી