તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુર: બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ડિપ્થેરિયાને કારણે આરોગ્ય વિભાગની ઊંઘ ઊડી છે. આરોગ્યની ટીમે તપાસ કરતા અત્યાર સુધી ડિપ્થેરિયાના 14 શંકાસ્પદ કેસ બહાર આવ્યા છે. જેમાંથી 4 બાળકોના મોત નિપજ્યા હોવાનું પણ આરોગ્ય વિભાગે સ્વીકાર્યું છે. તેમજ બે બાળકોને હોસ્પિટલમાં સારવાર અર્થે રાખ્યા છે. જ્યારે 8 બાળકોને સારવાર આપ્યા પછી હાલ ઘરે સહી સલામત છે. પરંતુ આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો જિલ્લામાં મોટા પ્રમાણમાં કેસ બહાર આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે.
ગાંધીનગરની ટીમ પણ ઘાનેરામાં
છેલ્લા 3 દિવસથી આરોગ્યની તાલુકાની તેમજ જીલ્લાની ટીમ પણ આ તપાસમાં લાગી છે. ત્યારે તપાસ કરતાં બીજા ડિપ્થેરિયાના 7 કેસ મળ્યા છે અને વધુ 3 બાળકોના મોત થયાના સમાચાર આવતા ગાંધીનગરની ટીમ પણ ધાનેરા ખાતે રવિવારે આવી પહોંચી હતી અને આરોગ્યના અધિકારી તેમજ કર્મચારીઓ સાથે બેઠક કરી હતી.
ડિપ્થેરિયા બાબતે તપાસ હાથ ધરી છે
ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી ડો. પી.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે, ધાનેરાના સરાલ-વીડ ગામે ડિપ્થેરિયાના કારણે એક બાળકનું મોત થવા પામ્યું છે. તે બાબતને લઇને તપાસ કરતાં અન્ય 14 શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા. જેમાંથી 4 બાળકોના મોત થયા છે. જેથી આ બાબતે તપાસ ચાલુ છે તેમજ આરોગ્યની ટીમો દ્વારા રસીકરણની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે અને રવિવારે પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. તેમજ ગાંધીનગરથી પણ મદદનીશ આર.ડી.ડી. તેમજ તેમની ટીમ ધાનેરા ખાતે આવેલી છે.
શું છે ડિપ્થેરિયા?
ડિપ્થેરિયા એક પ્રકારના ઈન્ફેક્શનથી ફેલાતી બીમારી છે. આ કોરીનેબેક્ટેરિયમ બેક્ટેરિયાના ઈન્ફેક્શનથી થાય છે. આ બેક્ટેરિયાની અસર મોટાભાગે બાળકોમાં વધુ થાય છે. જોકે મોટાઓને પણ આ રોગ થઈ શકે છે. આ બેક્ટેરિયા સૌથી પહેલાં ગળામાં ઈન્ફેક્શન ફેલાવે છે. જેના કારણે શ્વાસનળી સુધી ઈન્ફેક્શન ફેલાય જાય છે અને દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. એક સ્થિતિ બાદ તેમાંથી ઝેર નીકળવા લાગે છે, જે લોહીના માધ્યમથી બ્રેન અને હાર્ટ સુધી પહોંચે છે અને તેને ડેમેજ કરવા લાગે છે. આ સ્થિતિમાં પહોંચ્યા બાદ દર્દીને મોતનો ખતરો વધી જાય છે. ડિપ્થેરિયા કમ્યૂનિકેબલ ડિસીઝ છે એટલે કે તે સરળતાથી એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાય છે.
બાળકનું વેક્સિનેશન અવશ્ય કરાવો
વેક્સિનેશનથી બાળકને ડિપ્થેરિયાની બીમારીથી બચાવી શકાય છે. નિયમિત વેક્સિનેશનમાં DPT (ડિપ્થેરિયા, ધનુર અને ઉટાંટિયો)નું વેક્સિન લગાવવામાં આવે છે. 1 વર્ષમાં બાળકને ડીપીટીના 3 વેક્સિન લાગે છે. ત્યારબાદ દોઢ વર્ષની ઉંમરમાં ચોથું વેક્સિન અને ચાર વર્ષની ઉંમરમાં પાંચમુ વેક્સિન લાગે છે. વેક્સિનેશન પછી ડિપ્થેરિયા થવાની સંભાવના રહેતી નથી. 12 વર્ષની ઉંમરમાં ફરી બાળકને ડિપ્થેરિયાનું વેક્સિન લગાવવું જોઈએ.
આ સાવધાની રાખો
હમેશાં નિરોગી રહેવા જમ્યા પછી હૂંફાળા પાણીમાં મીઠું નાખી કોગળા કરવા, દહીં એકલું ક્યારેય ન ખાવું જેવા 12 નિયમો અપનાવો
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.