અરવલ્લી / માલપુરના કોઝવેના ધમધસતા પાણીમાં પસાર થતાં ત્રણ બાઈકસવાર યુવકો તણાયા, સ્થાનિકોએ બચાવ્યા

  • અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા જળાશયો અને નદી-નાળા ઊભરાયા

Divyabhaskar.com

Sep 11, 2019, 04:06 PM IST

માલપુર: બાઈક સવાર ત્રણ યુવકોએ કોઝવે પરથી પસાર થતા પાણીમાં બાઈક સાથે તણાતા સ્થાનિક લોકોએ દોડી જઈ બચાવી લીધા હતા આ ઘટના અંગેનો વીડિયો વાઈરલ થતા કોઝવેના કિનારે ઉભેલા લોકો “ગાડી ઉડી ગઈ તણાઈ પકડો” ની બૂમો મારતા સ્પષ્ટ સાંભળી રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા જળાશયો અને નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે. માલપુર પંથકમાં ૩ ઇંચ વરસાદ ખાબતા કોઝવે પર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. ગોરીયા ગામ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર થંભ્યો હતો.
રાજ્યમાં મેઘરાજાએ ધોધમાર હેત વરસાવ્યું છે. ચાલુ વર્ષે અનેક વાહન ચાલકો અને લોકો ધમધસતાં પાણીના પ્રવાહમાં તણાયા હોવાની ઘટનાઓ બની છે. કેટલાક વાહન ચાલકો જીવન જોખમે અને અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે કોઝવે પર અને ડીપ પરથી પસાર થતા પાણીમાં વાહન નાખી રોડ પસાર કરવાનું જોખમ લેતા હોય છે.
માલપુર પંથકમાં ભારે વરસાદને લઈને ગોરીયા ગામ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળતા સ્થાનિક લોકો અને વાહનચાલકો ઉભા રહી ગયા હતા. ત્રણ લબરમૂછિયા યુવકો બાઈક પર કોઝવે પરથી પસાર થતા ધમધમતા પાણીના પ્રવાહમાંથી પસાર થવાનો પ્રયત્ન કરતા પાણીના વહેણમાં બાઈક સાથે ત્રણે યુવકો તણાતા સ્થાનિક લોકોએ ત્રણે યુવકોને બાઈક સાથે બચાવી લેતા સદનસીબે જાનહાની ટળી હતી.
(તસવીર અને માહિતી: કૌશિક સોની, સોની ભિલોડા)

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી