તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ST Bus Driver Knocked Over Seat Belt Penalty Of Rs 500 But Traffic Police Makes Mistake On Vehicle Number Written In Modasa

મોડાસામાં સીટ બેલ્ટ ન બાંધતા ST બસનો ડ્રાઈવર દંડાયો, પોલીસે મેમો ફટકારવામાં ભૂલ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બસ નંબર જીજે 18 ઝેડ 2583ને બદલે જીજે 18 ઝેડ 2582નો મેમો ફાડ્યો

મોડાસા: કેન્દ્ર સરકારે અમલી બનાવાયેલા નવા મોટર વ્હીકલ એક્ટને પગલે પ્રજામાં મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે.  ગુજરાતમાં પણ નવા ટ્રાફિક વ્હીકલ એક્ટને લઇને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે 15 દિવસ રાહત પણ આપી દીધી છે. મોડાસા શહેરમાં બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક પોલીસે મોડાસા એસટી ડેપોની બસના ડ્રાઈવરે સીટ બેલ્ટ ન બાંધતા એસટીના ડ્રાઈવરને મેમો ફટકાર્યો હતો. જેને પગલે ડ્રાઈવર અને પોલીસ કર્મી વચ્ચે રકઝક થઈ હતી. આખરે 500 રૂપિયા દંડ ભરી દેતા બસ ચાલકને જવા દીધો હતો. જોકે પોલીસે મેમો લખતી વખતે એક ભોપાળું મારી દીધું હતું. બસનો નંબર ખરેખરમાં જીજે 18 ઝેડ 2583 હતો, જ્યારે પોલીસે મેમો જીજે 18 ઝેડ 2582નો મેમો ફાડ્યો હતો.

પોલીસે ટ્રાફિક નિયમન માટે કાર્યવાહી આરંભી
સમગ્ર રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા છે ત્યારે આ નિયમનો કડક અમલ થાય તે માટે પોલીસ સઘન કાર્યવાહી કરી રહી છે. સામાન્ય જનતાની સાથે સાથે સરકારી વાહન ચલાવતા કર્મચારીઓ પણ આ કાયદાના સકંજામાં આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં એસ.ટી.ના કર્મચારીઓ કાયદાને ઘોળીને પી રહ્યા છે ત્યારે આવા કર્મચારીઓ પર જિલ્લા ટ્રાફિક પોલીસની બાજ નજર જોવા મળી રહી છે.

સીટ બેલ્ટ વગરના બસ ડ્રાઈવર ઝડપાયા
મોડાસા ડેપોથી નીકળી મોડાસા – અમદાવાદ વાયા પુંસરી બસના ચાલક જગતસિંહ મકવાણા પણ આ કાયદાના સકંજામાં આવી ગયા હતા. મોડાસાથી અમદાવાદ વાયા પુંસરી બસ નંબર ( GJ-18-Z-2583 )ના ચાલક કાયદાનું ઉલ્લઘન કરી સીટ બેલ્ટ બાંધ્યો ન હતો. જે પોલીસની નજરમાં આવતા જૂના બસ સ્ટેન્ડ પોલીસ ચોકી પર તૈનાત પોલીસ કર્મીએ બસ રોકી એસ.ટી બસના ડ્રાઈવરને રૂ. 500 રૂપિયા દંડ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સરકારી ગાડીઓના ડ્રાઈવરો પર સંકજો કસાયો
મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી આ કાયદાનું પાલન ન કરનારાઓ પર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે અને તેમાંય ખાસ કરીને સરકારી ગાડી ચલાવતા ડ્રાઇવરો આ કાયદાનું બેફામ ઉલ્લંઘન કરી રહ્યા હતા ત્યારે આવા કર્મચારીઓ પર સકંજો કસવામાં આવી રહ્યું છે.
(તસવીર અને માહિતી: કૌશિક સોની, ભિલોડા)

અન્ય સમાચારો પણ છે...