અકસ્માત / બાયડના વાત્રક પુલ નજીક ST બસે બાઈકને ટક્કર મારતા વાંટડાના યુવાનનું કમકમાટી ભર્યું મોત

ST bus collides with bikers on vatrak Bridge in bayad

  • યુવાન સસ્તા અનાજની દુકાનમાં તોલમાપની હંગામી નોકરી કરતો હતો

Divyabhaskar.com

Sep 11, 2019, 02:30 PM IST

બાયડ: અરવલ્લી જિલ્લામાં બેફામ ગતિએ હંકારતા વાહનચાલકોને પગલે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. બાયડ નજીક વાત્રક નદીના પુલ પાસે એસટી બસે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે વાત્રક હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજતા ભારે ચકચાર મચી હતી અને પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું. બાયડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
યુવાન સસ્તા અનાજની દુકાનમાં નોકરી કરતો
બાયડના વાંટડા ગામનો અને સસ્તા અનાજની દુકાનમાં તોલમાપની હંગામી નોકરી કરનાર યુવકનું અકસ્માતમાં મોત નિપજતા ગરીબ માતા-પિતા પર આભ તૂટી પડ્યું હતું. વાંટડા ગામનો વિકાસ પરમાર (ઉં.વ. 18) નામનો યુવક કામકાજ અર્થે સવારે કામકાજ અર્થે નીકળ્યો હતો. વાત્રક નદીના પુલ નજીક બાયડ તરફથી આવતી બસ (ગાડી.નં.GJ -18 -Y 2428 )ના ડ્રાઈવરે પુરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક યુવક વિકાસના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ સારવાર અર્થે વાત્રક હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે સારવાર કારગત નીવડે તે પહેલા દમ તોડી દીધો હતો. મૃતક યુવકના પરિવારજનો દવાખાને પહોંચી આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો
અકસ્માતના પગલે દોડી આવેલી બાયડ પોલીસે મૃતક યુવકની લાશને પીએમ માટે મોકલી આપ્યો હતો. કાળાભાઇ ચતુરભાઈ પરમારની ફરિયાદના આધારે એસટી બસના ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(તસવીર અને માહિતી: કૌશિક સોની, ભિલોડા)

X
ST bus collides with bikers on vatrak Bridge in bayad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી