તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયરા દુષ્કર્મ હત્યા કેસમાં 3 આરોપીઓને પોલીસ કોર્ટમાં રજૂ કરશે, ચોથાની શોધખોળ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
3 આરોપીઓએ સરેન્ડર કરતા અરવલ્લી પોલીસે ધરપકડ કરી હતી - Divya Bhaskar
3 આરોપીઓએ સરેન્ડર કરતા અરવલ્લી પોલીસે ધરપકડ કરી હતી
  • 5 જાન્યુઆરીએ યુવતીની લટકતી લાશ મળ્યા બાદ 5 દિવસે અંતિમવિધિ કરાઈ હતી
  • પોલીસે 4 આરોપીઓ સામે અપહરણ, દુષ્કર્મ, હત્યા અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી

મોડાસા: સાયરા (અમરાપુર)ની 19 વર્ષીય યુવતીના દુષ્કર્મ બાદ હત્યાના પ્રકરણમાં પોલીસે શનિવારે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં એક આરોપી હજુ ફરાર છે, પોલીસ તેને શોધી રહી છે. આજે ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓને પોલીસ કોર્ટમાં રજૂ કરશે.
શનિવારે કાર કબજે કરી હતી
પોલીસે શનિવારે મોડી સાંજે પોલીસે આઇ-20 કાર GJ31D1001 તપાસ અર્થે કબજે કરી હતી. શનિવાર મોડી રાત્રે પોલીસે ચાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને એક આરોપીને પકડવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવી છે. ત્રણેય આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી.
યુવતીના બેસણામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહ્યા
રવિવારે સમાજના લોકોએ પોલીસ સ્ટેશન આગળ પોલીસની ઢીલી નીતિ સામે હોબાળો મચાવ્યો હતો. રવિવારે મૃતકના વતનમાં બેસણામાં મોટીસંખ્યામાં ભાઇબહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મૃતક યુવતીને ન્યાય આપોના નારા લગાવી ન્યાય માટે માગ કરી હતી.જ્યારે પીડિત પરિવારે આ ઘટનામાં ચાર કરતાં વધુ લોકો હોવાની આશંકા વ્યકત કરી હતી.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખે ઘટનાસ્થળે નિરીક્ષણ કર્યુ
રવિવારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને સાંસદ મધુસુદન મિસ્ત્રીએ યુવતીની લાશ જ્યાં મળી હતી તે જગ્યાનું નિરીક્ષણ કર્યુ હતું. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સમગ્ર પ્રકરણમાં SITની રચના કરી કર્તવ્ય નિષ્ઠ અધિકારીઓ દ્વારા કેસની તપાસ થાય અને તપાસમાં બેદરકારી દાખવવાવાળા અધિકારીઓને હટાવી અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાનું કહ્યું હતું.
પીઆઈની બદલી
રવિવાર મોડી સાંજે આ પ્રકરણમાં અનેક આક્ષેપોનો સામનો કરી રહેલા મોડાસા ટાઉન પીઆઇ એન.કે. રબારીની મેઘરજના ઇસરી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો