તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂરલ પોલીસ અને ST-SC સેલે 3 આરોપીની ધરપકડ કરી, અપહરણમાં વપરાયેલી કાર FSLમાં મોકલી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અપહરણમાં વપરાયેલી કાર FSLમાં મોકલાઈ - Divya Bhaskar
અપહરણમાં વપરાયેલી કાર FSLમાં મોકલાઈ
  • પીડિત પરિવારનું છેવટ સુધી ન્યાય આપવા માટે લડત આપવાનું આહ્વાન

મોડાસા: મોડાસાની સાયરા ગામની દલિત યુવતીના દુષ્કર્મ અને હત્યા કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે હજુ એક આરોપી ફરાર છે. પોલીસે અપહરણમાં ઉપયોગ થયેલી કારને પણ તપાસ માટે કબ્જે લઈને FSLમાં મોકલી છે. ગત રવિવારે 19 વર્ષિય યુવતીની લાશ ઝાડ પર લટકેલી મળી આવતાં ચકચાર મચી હતી. ઘટના બાદ દલિત સમાજે ધરણાં પ્રદર્શન તેમજ સરકાર અને પોલીસ વિરુદ્ધ છાજિયા લેતાં મોડાસા શહેરમાં અફડાતફડી મચી હતી. બાદમાં પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો હતો.

અરવલ્લીના એસપીને સસ્પેન્ડ કરવામાં આવે
યુવતીનું પીએમ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જોકે ઘટનાને પગલે અરવલ્લી જિલ્લા સહિત રાજ્યભરમાં લોક જુવાળ ફાટી નીકળ્યો છે. અને મૃતક પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોડાસા શહેરના ટાઉનહોલમાં મૃતક યુવતીને ન્યાય અપાવવા અને શ્રદ્ધાંજલી આપવા બપોરે 1 થી 3 દરમિયાન શોકસભા યોજાઈ હતી. જ્યાં સમાજના આગેવાનો શહેરીજનો અને તમામે પીડિત પરિવારને તટસ્થ તપાસ કરી તત્કાલ ન્યાય મળે તેવી માંગ કરી હતી. શોકસભામાં ભાજપના સાંસદ ડો. કિરીટ સોલંકીએ અરવલ્લી એસપીને સસ્પેન્ડ કરવા માંગ કરી હતી.

રેપ વિથ મર્ડરના આરોપીઓ
1. બિમલ ભરવાડ (રહે બાજકોટ તા.મોડાસા જિ.અરવલ્લી)- ધરપકડ
2. દર્શન ભરવાડ (રહે પીપરાણા તા. માલપુર જિ. અરવલ્લી)- ધરપકડ
3. જીગર (રહે ગાજણ તા.મોડાસા. જિ અરવલ્લી)- ધરપકડ
4. સતિષ ભરવાડ (રહે રમાણા તા.ધનસુરા જિ.અરવલ્લી)- હજુ ફરાર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો