તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભિલોડામાં લૂંટારાઓએ મહિલાઓને ગળે ચપ્પુ મૂકી લાખ રૂપિયાની લૂંટ ચલાવી, 4 લૂંટારા ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુરૂવારે રાત્રે સંસ્કાર સોસાયટીમાં બે મહિલાઓ ઘરના લોખંડના દરવાજાને સ્ટોપર મારી સુઈ ગઈ હતી
  • ભિલોડા પોલીસે ભોગ બનનાર મહિલાને લૂંટ અંગે કોઈને પણ માહિતી ન આપવા તાકીદ કરી

ભિલોડા: શહેરમાં આવેલી સંસ્કાર સોસાયટીમાં મકાનમાં પ્રવેશી ઉંઘી રહેલી બે મહિલાઓના ગળે ચપ્પુ રાખી 1.16 લાખ રૂપિયાના મુદ્દામાલની લૂંટ કરી 4 લૂંટારા રફુચક્કર થયા હતા. ઘટનાને પગલે ભિલોડા પોલીસે  ઘટનાસ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘરમાં મહિલાઓ સૂતી હતી
 ભિલોડા શહેરની સંસ્કાર સોસાયટીમાં રહેતી બે મહિલાઓ તેમના ઘરના લોખંડના દરવાજાને સ્ટોપર મારી સુઈ ગઈ હતી. મોડીરાત્રે ચાર તસ્કરોએ દરવાજાની સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશી આશાકુમારી અને ગીતાબેનના ગળાના ભાગે ચપ્પુ રાખી ચુપચાપ ઊભા રહેવા જણાવી ઘરમાં લોખંડની પેટી અને ડબ્બામાં મુકેલા રોકડા રૂપિયા 50 હજાર અને સોનાચાંદીના દાગીના મહિલાઓના બે મોબાઈલ મળી કુલ રૂ.116000ની લૂંટ ચલાવી 4 અજાણ્યા શખ્શો ફરાર થઈ ગયા હતા. તસ્કરોની ધમકીથી હેબતાઈ ગયેલી મહિલાઓએ ભિલોડા પોલીસને જાણ કરતા ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને મહિલાઓને હિંમત આપી હતી. ભિલોડા પોલીસે આશાકુમારી રાધેશ્યામ શર્માની ફરિયાદના અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ઇપીકો કલમ-379(એ)(3) ,449,114 તથા જીપીએકટ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસે લૂંટ અંગે કોઈને ન કહેવા કહ્યું
ભિલોડા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાગી હોય તેમ સતત લૂંટની ઘટનાઓ બની રહી છે . લૂંટનો ભોગ બનેલી આશાબેન શર્મા નામની યુવતીએ તેમના ઘરે ત્રાટકેલા તસ્કરો વિષે કોઈ પણ પ્રકારની માહિતી પત્રકાર કે અન્ય કોઈ પણ વ્યક્તિને આપવાની ના પાડી હોવાનું જણાવ્યું હતું. ભિલોડા પોલીસે ફરિયાદી યુવતીને ચોરીની માહિતી છુપાવવા કેમ કહ્યું ...? તે અંગે તરેહ-તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે.
(તસવીર અને માહિતી: કૌશિક સોની, ભિલોડા)

અન્ય સમાચારો પણ છે...