અરવલ્લી / મોડાસામાં મોટાભાઈ સાથે રમતું દોઢ વર્ષીય બાળક ત્રીજા માળથી પટકાયું, ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો

દોઢ વર્ષીય યશને સારવાર અપાઈ રહી છે
દોઢ વર્ષીય યશને સારવાર અપાઈ રહી છે

  • બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બેભાન અવસ્થામાં

Divyabhaskar.com

Dec 03, 2019, 02:27 PM IST
મોડાસા: સંઘ પ્રદેશ દમણમાં એક ત્રીજા માળેથી એક બાળક પડ્યું હતું જેને લોકોએ કેચ કરીને બચાવી લીધું હતું. બિલ્ડિંગના ત્રીજા માળેથી પડવાની અન્ય એક ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બની હતી. જેમાં રમતું બાળક ત્રીજા માળથી પટકાયું હતું. તેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયું હતું.
ધડામ લઈને બાળક પટકાયું
શહેરની સહયોગ ચોકડી નજીક બાયપાસ રોડ પર આવેલી મધુવન ફ્લેટમાં ત્રીજા માળેથી મોટા ભાઈ સાથે રમતો દોઢ વર્ષીય નાનો ભાઈ રમતા રમતા નીચે પટકાયો હતો. બાળક નીચે પટકાતા ફ્લેટમાં રહેલા પરિવારજનોમાં દોડધામ મચી હતી. ત્રીજા માળેથી ધડામ દઈ બાળક નીચે પટકાતા આજુબાજુથી લોકો પણ દોડી આવ્યા હતા. ગંભીર ઈજાગ્રસ્ત બાળકને તાબડતોડ 112 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડાતા તબીબોએ સઘન સારવાર હાથ ધરી હતી.
માથામાં ગંભીર ઈજાઓ
સોમવારે સાંજે મધુવન ફ્લેટમાં રહેતા અને કડિયાકામ સાથે સંકળાયેલા મનોજ સરગડાના દોઢ વર્ષીય પુત્ર યશ તેના પરિવારના બાળકો સાથે રમતા રમતા ફ્લેટની ત્રીજા માળની ગેલેરીમાંથી આકસ્મિક રીતે પટકાતા માથાના ભાગે ઈજાઓ પહોંચતા બેભાન થઈ ગયો હતો. તેને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો આકસ્મિક બનેલી ઘટનાથી શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
(તસવીર અને માહિતી: કૌશિક સોની, ભિલોડા)
X
દોઢ વર્ષીય યશને સારવાર અપાઈ રહી છેદોઢ વર્ષીય યશને સારવાર અપાઈ રહી છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી