તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેરો નહીં ભરતાં 15 બાકીદારોના નળકનેકશન કપાયા,300ને પાલિકાની નોટિસ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેરા વસુલાતની કામગીરી માટે પાલિકાએ જુદી જુદી ટીમો બનાવી કામગીરી હાથ ધરી

મોડાસાઃ  નગરપાલિકાનું લાખો રૂપિયાનો ટેક્સ વસૂલવાની બાકી રહેતા છેલ્લી ઘડીએ સત્તાવાળાઓ માટે લાલ આંખ કરી 15 જેટલા રીઢા બાકીદારોના નળ કનેકશન કાપી નાખ્યા છે અને 300 જેટલા બાકીદારોને નોટિસ ફટકારી ટેક્ષ ભરવાની તાકીદ કરવાની તાકીદ કરાઈ છે.
મોડાસા નગરપાલિકા દ્વારા વર્ષોથી વેરો ન ભરતા લોકો અને સંસ્થા સત્તાવાળાઓ સામે કૂણું વલણ દાખવવામાં આવતા નગરપાલિકાનું લાખો રૂપિયા વેરો વસુલાતની કામગીરી નબળી હોવાનું બહાર આવ્યું છ. નગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા માર્ચ મહિનાથી વસુલાતની કામગીરી માટે જુદી જુદી ટીમો બનાવી લીધા બાકીદારો પાસે ટેક્સ વસૂલવા માટે છેલ્લા તબક્કાની કામગીરી હાથ ધરતા પાલિકા સત્તાધીશો દ્વારા કસ્બા, સર્વોદય નગર જેવા વિસ્તારમાં 15 જેટલા રીઢા બાકીદારોના નળ કનેકશન કાપી નાખવામાં આવ્યા છે અને 300 જેટલા રીઢા બાકીદારોને તારીખ 30 માર્ચ સુધીમાં બાકી વેરો ભરવા માટે નોટિસ ફટકારી તાકીદ કરી છે.
મોડાસા પાલિકા વિસ્તારમાં મિલકત ધરાવતા માલિકો પાસેથી પાલિકા સત્તાધીશો દ્વારા 60 ટકા જેટલી વસુલાત કરી છે અને 40 ટકા જેટલો ટેક્સ વસૂલવા નો બાકી હોવાથી વેરા વસૂલાત કરવા માટે પાલિકા સત્તાધિશોએ આખરી નોટિસ ફટકારી મિલકત જપ્ત કરવા સુધીની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...