અકસ્માત / મોડાસાના હજીરા GIDC પાસે ટ્રક અને ટેમ્પોનો અકસ્માત, બેના ઘટના સ્થળે મોત

  • ટેમ્પોનો ડ્રાઈવર અને ક્લિનર અકસ્માતમાં મોતને ભેટ્યા
  • મોડાસા ટાઉન પોલીસે અકસ્માતનો ગુનો નોધી તપાસ હાથ ધરી

Divyabhaskar.com

Aug 16, 2019, 03:03 PM IST

મોડાસા: મોડાસા તાલુકાના હજીરા વિસ્તારમાં મોડી રાત્રે એક ટ્રક અને ટેમ્પો ધડાકાભેર અથડાયા હતા. જેમાં ટેમ્પોમાં સવાર ડ્રાઈવર અને ક્લિનરનું મોત નિપજ્યું હતું.
મોડી રાત્રે અકસ્માત થયો
હજીરા GIDC ગેટ પાસે ગઈકાલે મોડી રાત્રે અકસ્માત થયો હતો. ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત મોત નિપજ્યા હતા. ટ્રક ધડાકાભેર સામે આવતા ટેમ્પો સાથે ટકરતા ટેમ્પો ચાલક અને ક્લિનરનું મોત નિપજ્યું હતું. બંનેના મૃતદેહને પીએમ માટે મોડાસાની સરકારી લઈ જવાયા હતા. સમગ્ર મામલાની મોડાસા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(તસવીર અને માહિતી: કૌશિક સોની, ભિલોડા)

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી