તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • More Than 7 Villages Affected By Mud Lacking Due To Lack Of Road From Faradi To Surjpur Village In Modasa

મોડાસાના ફરેડીથી સુરજપુર ગામ સુધી રોડના અભાવે કાદવ ખૂંદતા પ્રજાજનો, 7થી વધુ ગામો પ્રભાવિત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે તાલુકાના વિસ્તારમાં મેટલિંગ કરીને 3 કિમી મૂકી દેવાતા કાદવ કીચડ થયા

મોડાસા: આજે દેશને આઝાદ થયાને સાત દાયકા થવા આવ્યા છતાં ક્યાંક ને ક્યાંક ખૂણે ખાંચરે હજુ પૂરતો વિકાસ થયો નથી. સરકાર મેગાસિટી અને શહેરીકરણના વિકાસ માટે આંધળી દોટ મૂકી રહી છે અને શહેરોને જાજરમાન બનાવવા નાણાંની કોથળી ખુલ્લી મૂકી દે છે. બીજીબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાન્ટના અભાવે પાયાગત સુવિધા થી વંચિત રહ્યા છે.  અરવલ્લી જિલ્લાના અંતરિયાળ અનેક ગ્રામ્ય વિસ્તારો પીવાના પાણી, વીજળી અને પાકા રસ્તા માટે વલખા મારી રહ્યા છે.

આઝાદીના 72 વર્ષ પછી પણ મોડાસાના ફરેડી ગામથી સુરજપુર ગામ સુધી જોડાતો પાકો રસ્તો ન હોવાથી ચોમાસામાં પ્રજાજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોડાસા તાલુકા અને માલપુર તાલુકાને જોડાતો ત્રણ કિલોમીટર રોડ મેટલિંગ કરી મૂકી રાખવામાં આવતા ચોમાસામાં વરસાદ પડતાની સાથે ત્રણ કીમીનો માર્ગ કાદવ-કીચડમાં ફેરવતા અહીંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરી પાણી-કાદવ કીચડ વચ્ચેથી મહામુશ્કેલી થી પસાર થવું પડે છે.

ફરેડી થી સુરજપુર સુધીનો ત્રણ કિલોમીટર રસ્તો ડામર રોડ બનાવવા માટે અનેકવાર રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓને વારંવાર મૌખિક રજુઆત કરવા છતાં રોડ બનાવવામાં કોઈ નક્કર કામગીરી ન થતા ગ્રામજનોમાં ભારે નિરાશા પ્રવર્તી રહી છે .
(તસવીર અને માહિતી કૌશિક સોની, ભિલોડા)

અન્ય સમાચારો પણ છે...