તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોડાસા: સાયરા ગામની યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં પોલીસે 11માં દિવસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આજે 12મો દિવસ છે ત્યારે પણ યુવતીની હત્યા ક્યાં સંજોગોમાં કરવામાં આવી તે રહસ્ય હજુ અકબંધ છે. ત્યારે યુવતીના પરિવારજનો અને સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે કહ્યું હતું કે, યુવતી એકલી ઝાડ પર એકલી કેવી રીતે ચઢી શકે છે? પરિવારજનો બધા ભેગા મળી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. મૃતક યુવતીના પરિવારે આક્ષેપ કરતા કહ્યું હતું કે, એસપી ગોળ ગોળ વાતો કરે છે,. તેઓ કોઈ નિવેદન આપવા માટે તૈયાર નથી.
મુખ્યમંત્રીને રજુઆત કરી શકો છો....
આજે નિર્ભયાના પરિવારજનો અને અનુ.જાતિ સમાજના લોકોએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરતા સમગ્ર કેસની તપાસ કરનાર એસ.સી-એસટી સેલના ડીવાયએસપી એસ. એસ. ગઢવી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. પરિવારજનો અને અનુ.જાતિ સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરતા મામલો ઉગ્ર બન્યો હતો. તપાસ અધિકારી ગઢવીએ જણાવ્યું કે, 'ફરિયાદ અને ફરિયાદીની બહેનનાં નિવેદન સિવાય અમારી પાસે કોઇ અન્યનાં નિવેદનો નોંધાયા નથી. જો તેમના પરિવારમાંથી અન્ય નિવેદનો આપવામાં આવે તો અમારી કાર્યવાહી આગળ ચાલે. અમે મૃતક યુવતીનાં મેડિકલ તપાસ કરાવવા માટે આપી દીધા છે. ત્યાર પછી ઉગ્ર રજુઆત પછી તાડુક્યા હતા કે, મારી સામે પણ સમાજ કે પરિવારને કોઇપણ ફરિયાદ હોય તો તેની પણ તેઓ મારા ઉપરી કે મુખ્યમંત્રીને ફરિયાદ કરી શકે છે. મેં જે કંઇ કર્યું છું તે બધું જ કાગળ પર છે. અમે સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરી છે.'
અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
પોલીસતંત્રની કામગીરી સામે આરોપીઓને છાવરવામાં આવતા હોવાની સાથે ઢીલી નીતિ અપનાવનાર એસપી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પરિવારડનોએ હોબાળો કર્યો હતો. સમગ્ર કેસની તપાસ એસઆઈટીને તપાસ સોંપવામાં આવે તેવી માંગ માંગ સાથે અગ્રણીઓએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. આરોપીઓની ધરપકડ કર્યા પછી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
12 દિવસે પણ ન્યાય મળતો નથી: પરિવારજનો
પોલીસ મંથકનો ઘેરાવ કરવા આવેલા લોકોએ જણાવ્યું હતું કે, જ્યારથી યુવતી ગુમ થઈ હતી ત્યારે પરિવાર દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસે ફરિયાદ નોંધી ન હતી. એ તો ઠીક પણ યુવતીના મોતના બે દિવસ બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી. યુવતીના મોતના 12 દિવસે પણ તેને ન્યાય મળતો નથી. ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત કેટલી સુરક્ષિત છે તે આ ઘટનાથી પુરવાર થાય છે!
પોલીસે 3 આરોપીની ધરપકડ કરી
દુષ્કર્મ અને હત્યા કેસમાં પોલીસે ગતરાત્રે 3 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે હજુ એક આરોપી ફરાર છે. પોલીસે અપહરણમાં ઉપયોગ થયેલી કારને પણ તપાસ માટે કબ્જે લઈને FSLમાં મોકલી છે. ગત રવિવારે 19 વર્ષિય યુવતીની લાશ ઝાડ પર લટકેલી મળી આવતાં ચકચાર મચી હતી. ઘટના બાદ દલિત સમાજે ધરણાં પ્રદર્શન તેમજ સરકાર અને પોલીસ વિરુદ્ધ છાજિયા લેતાં મોડાસા શહેરમાં અફડાતફડી મચી હતી. બાદમાં પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો હતો.
(તસવીર અને માહિતી- કૌશિક સોની, ભિલોડા)
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.