અરવલ્લી / મોડાસા દુષ્કર્મ અને હત્યા કેસ: રાજ્યસભા MP મધુસુદન મિસ્ત્રીએ પત્ર લખી SP અને PIની બદલીની માંગ કરી

Modasa collegian girl  psysical abuse and murder case Rajya Sabha MP Madhusudan Mistry writes letter seeking SP and PI transfer
Modasa collegian girl  psysical abuse and murder case Rajya Sabha MP Madhusudan Mistry writes letter seeking SP and PI transfer

  • તાજેતરમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને સાંસદ મધુસુદન મિસ્ત્રીએ મૃતક યુવતીના પરિવારજનોની મુલાકાત કરી હતી

Divyabhaskar.com

Jan 15, 2020, 02:16 PM IST
મોડાસા: સાયરા(અમરાપુર) ગામની 19 વર્ષીય યુવતીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાની ઘટનાના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા છે. ‘નિર્ભયા’ કાંડમાં ચાર આરોપીઓ પૈકી ત્રણે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરતાં ત્રણેયની ધરપકડ કરાઈ છે. આ મામલે રાજ્યસભા સાંસદ મધુસુદન મિસ્ત્રીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને એસપીની બદલી કરવાની માંગ કરી છે. ‘નિર્ભયા’ કાંડમાં બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારે સરેન્ડર કર્યુ હતું જ્યારે સતીષ ભરવાડ નામનો આરોપી હજુ પણ ફરાર છે.
અમિત ચાવડા સાથે મધુસુદન મિસ્ત્રી પીડિતના ઘરે ગયા હતા
12 જાન્યુઆરીએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને રાજ્યસભાના સાંસદ મધુસુદન મિસ્ત્રીએ મૃતક યુવતીના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને મૃતક યુવતીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સમગ્ર ઘટનામાં મધુસુદન મિસ્ત્રીએ અરવલ્લી જિલ્લા પોલીસતંત્રની શંકાસ્પદ કામગીરી સામે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી અરવલ્લી જિલ્લા પોલીસવડા મયુર પાટીલ અને મોડાસા ટાઉન પીઆઈ એન.કે.રબારીની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવે અને તટસ્થ તપાસની માંગ કરી છે.
પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા
રાજ્ય સભાના સાંસદ મધુસુદન મિસ્ત્રીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સાયરા (અમરાપુર ) ગામની 19 વર્ષીય યુવાન દીકરીના મૃત્યુ માટે સમાજના અને સગા સંબંધી લોકો ખૂબ આક્રંદ કરતા હતાં અને તેમનામાં ભારોભાર રોષ હતી અને તેનું અપહરણ કરનારાઓ, તેના પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારાઓને ફાંસીની સજા થાય તે અંગેની માંગણી કરતા હતા અને તેણીને ન્યાય મળે તેવા સૂત્રોચ્ચાર કરતાં હતાં અને ભારે હૃદયદ્રાવક ર્દશ્યો હતાં.
મોડાસા ટાઉન પોલીસની આ સમગ્ર બનાવમાં કામગીરી સંદિગ્ધ રહી છે તેવો તેમનો આક્ષેપ હતો. યુવતીના સગાઓએ અપહરણ થયાના તરત જ બીજા દિવસે પોલીસને આ બનાવની જાણ કરી હતી. જે કારમાં અપહરણ થયું તેનો નંબર, અપહરણ કરનારનું નામ અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ અધિકારીને આપ્યા છતાં તેમની ફરિયાદ લેવામાં આવી નહોતી અને યુવતીની શોધખોળ કરવામાં આવી નહોતી. ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટરે તેમના સંબંધીઓને જણાવેલું કે તમારી દીકરી સહી સલામત છે અને એક બે દિવસમાં તે આવી જશે. ગુમ થયાને ચાર ચાર દિવસ પછી પણ અને અપહરણ કરનારાઓના નામ આપ્યા છતાં તે અંગેના સીસીટીવી ફૂટેજ બતાવ્યા છતાં પોલીસ તરફથી કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
સત્તાધારી અધિકારીનું ઉધ્ધતાઈભર્યું વર્તન
જિલ્લા પોલીસવડા મયુર પાટીલનું વર્તન પણ આ લોકોની રજૂઆત સમયે તેમને ધમકાવવાનું તેમજ એક સત્તાધારી અધિકારી તરીકેનું ઉધ્ધતાઇભર્યું રહ્યું હતું તેવું તેમણે મને જણાવેલું હતું. છેક પાંચમા દિવસે આ અપહરણ થયેલી યુવતીની લાશ ઝાડ પર લટકાવવામાં આવેલી મળી ત્યારબાદ તેમની એફઆઈઆર નોંધવામાં આવી હતી . પોલીસ આરોપીઓને ત્યારબાદ પણ ત્રણ ચાર દિવસ સુધી પકડી શકી નહોતી અને છેક 8મી તારીખની સાંજે ચારમાંથી ત્રણ આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં સાંજે શરણાગતી સ્વીકારીને હાજર થયા હતા. તે પૈકી હજુ એક આરોપી પકડવાનો બાકી છે, આ આરોપીઓ આ ગાળા દરમિયાનમાં અન્ય કોઇ જગ્યાએ હતા તેવી એલઇબી ઉભી કરવાના પ્રયત્નો કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે.
પીઆઈ કેસમાં હસ્તક્ષેપ કરી શકે છે
મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર જેમની આજે આજ જીલ્લાના ઇસરી પોલીસ સ્ટેશનમાં બદલી કરાઇ છે તેવું મેં છાપામાં આજે વાંચ્યું છે. તેમની વર્તણૂંક તેમની કોમના આરોપીઓના બચાવ કરવાની હોય તેવું દેખાઇ રહ્યું છે. આજ જિલ્લાના નજીકના પોલીસ સ્ટેશનમાં તેમની બદલી કરવાથી તેવો ઓ સમગ્ર બનાવમાં હસ્તક્ષેપ નહીં કરે તેવું માની લેવું ઘણું અઘરું છે. તેથી તેમને ત્યાંથી પણ હટાવીને સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લામાં મૂકવા જોઇએ એવું મને લાગે છે. જિલ્લા વડા પોલીસ અધિકારી પણ આ બાબતમાં પોતાના સ્ટાફના માણસોને બચાવવા પડેલા હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે અને તેથી જિલ્લા પોલીસ વડાને પણ ત્યાંથી ખસેડવાની હું માંગણી કરું છું.
જાતિવાદ ભ્રષ્ટાચારને દાબવવા માંગ
મારી દ્રષ્ટીએ એક અનુસૂચિત જાતિની દીકરીને ધોળા દિવસે અપહરણ કરી, તેના પર દુષ્કર્મ ગુજારી. તેની હત્યા કરી અને તેની લાશને ગામની સીમમાં ઝાડ પર લટકાવવાનું કૃત્ય જધન્ય છે અને જેમ હંમેશા આવા કેસોમાં બને છે તેમ તે અંગેના પુરાવાઓનો નાસ કરવાનો, મેડિકલ રિપોર્ટ કરતા ડોક્ટર પર લાગવગ કરવાનો હંમેશા બનતું હોય છે. આમાં માત્રને માત્ર મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર પોતાની જાતને અપહરણ કરનારાઓની નજીકની જાતિના હોવાથી તેમને બચાવવાનો અને જિલ્લા પોલીસ વડાની આ સમગ્ર તપાસમાં રહેલી બેદરકારીને ઢાંકપીછાડો કરવાનો પ્રયત્ન છે. આપના વડપણ હેઠળના ગુજરાતમાં આવો બનાવ બને તે આ રાજ્યને અને આપની નેતાગીરી અને પ્રતિષ્ઠાને હાની પહોંચાડનારું છે. આપને મારી વિનંતી છે કે આપના તાબા હેઠળના પોલીસ તંત્રને અને તેમાં ચાલતા આ જાતિવાદ અને ભ્રષ્ટાચારને સખત હાથે દાબી દઇ આપ પ્રજાને પોલીસ તંત્ર નિષ્પક્ષ છે. એવી પ્રતીતિ કરાવશો તેવી માંગ કરી હતી.

(તસવીર અને માહિતી: કૌશિક સોની, ભિલોડા/ મોડાસા)

X
Modasa collegian girl  psysical abuse and murder case Rajya Sabha MP Madhusudan Mistry writes letter seeking SP and PI transfer
Modasa collegian girl  psysical abuse and murder case Rajya Sabha MP Madhusudan Mistry writes letter seeking SP and PI transfer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી