તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Illegal Mineral Carrying Dumper Caught Driver Jumped Than Calsh Bicycle And Light Struck In Modasa

મોડાસામાં ગેરકાયદે ખનીજ વહન કરતું ડમ્પર ઝડપાયું, ચાલક કૂદીને નાસતા બાઈક અને વીજપોલને અથડાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખનીજ વિભાગના ચેકિંગમાં ડમ્પર રોયલ્ટી પાસ વગર ઝડપાતા મોડાસા બાયપાસ રોડ પર ડિટેન કરાયું

મોડાસા: અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજનું વહન મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે, જીલ્લા ખાણખનીજ વિભાગ ખનીજ માફિયાઓને ડામવામાં સંપૂર્ણ નિષ્ફળ રહેતા રોયલ્ટી પાસ વગર મોટા પ્રમાણમાં ખનીજ વહન થઇ રહ્યું છે. મોડાસા બાયપાસ રોડ પર ખનીજ તંત્રના ચેકિંગમાં એક આઈવા ડમ્પર રોયલ્ટી પાસ વગર ઝડપાતા ડમ્પર ડિટેન કરી ડમ્પરમાં બે સિક્યુરિટી ગાર્ડ સાથે વિભાગની કચેરીએ લઈ જવાતું હતું. ડમ્પર ચાલક ચાલુ વાહને કૂદી પડતા ડમ્પર બેકાબુ થઈ રોડ સાઈડ ઉતરી પડી બાઈકને અડફેટે લઈ વીજપોલ સાથે અથડાયું હતું. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા.

રોયલ્ટી ઈન્સ્પેક્ટરે ટીમ સાથે ચેકિંગ હાથ ધર્યું હતું
અરવલ્લી જિલ્લા ખાણ ખનીજના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ મહેશ્વરી અને તેમની ટીમે મોડાસા બાયપાસ રોડ પર ગેરકાયદેસર ખનીજ વહન અટકાવવા ચેકિંગમાં ઊભા હતા. રોયલ્ટી પાસ વગર ખનીજ ભરી પસાર થતા ડમ્પર (ગાડી.નં.GJ31 T0569)ને અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા બે સિક્યુરિટી ગાર્ડ સાથે જિલ્લા સેવાસદન ખાતે આવેલા ખાણખનીજ વિભાગની કચેરી લઈ જવામાં આવી રહી હતી.
ડમ્પર ચાલક કૂદકો મારી નાસ્યો
કાયદેસરની કાર્યવાહીથી ફફડી ઉઠેલા ડમ્પરના ડ્રાઈવરે તિરૂપતિરાજ વીલા બંગ્લોઝ પાસે ચાલુ ડમ્પરે કૂદકો મારી નાસી છૂટ્યો હતો. ડમ્પર રોડ પરથી ઉતરી નજીકમાં નિર્માણ થઈ રહેલા કોમ્પ્લેક્ષ પાસે ફંટાયું હતું અને બાઈક અને વીજપોલ સાથે અથડાતા કડૂસલો વળી ગયો હતો સદનસીબે ડમ્પર વીજપોલ સાથે અથડાઈ ઊભું રહી ગયું હતું. જેને પગલે ડમ્પરમાં સવાર બે સિક્યુરિટી ગાર્ડનો આબાદ બચાવ થયો હતો. ખાણખનીજ તંત્રએ કાયદેસરની કાર્યવાહી હાથધરી પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

લોકો ઘટના સ્થળે દોડ્યા
મોડાસા બાયપાસ રોડ પરથી પસાર થતું ડમ્પર રોડ પરથી ઉતરી જઈ બાઈક અને વીજપોલ સાથે ધડાકાભેર અથડાતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા. દોડતા ડમ્પરે કૂદકો મારી ફરાર થઈ ગયેલા ડમ્પર ચાલક  સામે રોષ પ્રગટ કરી ભારે ફિટકાર વરસાવી હતી.
(તસવીર અને માહિતી: કૌશિક સોની, ભિલોડા)