મોડાસા / ખંભીસરગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વાજતેગાજતે દલિત યુવકનો વરઘોડો નીકળ્યો

dalit youth varghodo in khambhisar with police protection

  • યુવકના પરિજનોએ વરઘોડા અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી
  • 9 મહિના અગાઉ દલિત યુવકનો વરઘોડો રોકવાનો પ્રયાસ કરાયો હતો

Divyabhaskar.com

Feb 14, 2020, 09:15 AM IST
મોડાસાઃ મોડાસાના ખંભીસરમાં દલિત યુવકનો વરઘોડો શાંતિપૂર્ણ માહોલમાં નીકળ્યો હતો. વરઘોડામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડીવાયએસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખંભીસર ગામે ખડકી દેવાયો હતો. 9 મહિના અગાઉ ખંભીસરમાં દલિત યુવકનો વરઘોડો કાઢાતા તે સમયે ગામના જ એક કોમના લોકોએ ગામના જે રસ્તાઓ ઉપરથી વરઘોડો નીકળવાનો હતો તે માર્ગો પર યજ્ઞકુંડ બનાવી અને મહિલાઓ દ્વારા રસ્તાઓ ઉપર ભજન કિર્તન કરી વરઘોડો રોકવાના પ્રયાસો કરાયા હતા અને આ પ્રકરણમાં પથ્થરમારા સહિતની ઘટનાઓ પણ બની હતી.
ખંભીસરમાં 12-05-2019ના રોજ ખંભીસર ગામના જયેશભાઈનો વરઘોડો ગામમાં ન નીકળે તે માટે વરઘોડા સમયે ગામના જ એક કોમના કેટલાક લોકોએ ગામના જે રસ્તાઓ ઉપરથી વરઘોડો પસાર થવાનો હતો. ત્યારે એક સમ્પ થઈને પટેલ ફળિયાના નાકે હવનકુંડ બનાવી ભજન કિર્તન કરી રસ્તાઓ રોકી તેમજ પ્રેમનગર પટેલ ફળિયામાં જતા વરઘોડાને અટકાવી પથ્થરમારો પણ કરાયો હતો. આ ઘટનાના 9 મહિના પછી પિડિત પરિવારના કુટુંબના અલ્પેશ ચંદુભાઈ રાઠોડનો વરઘોડો કાઢ્યો હતો. યુવકના પરિવારજનોએ વરઘોડા અંગે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.
X
dalit youth varghodo in khambhisar with police protection
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી