સાયરા ગેંગરેપ વિથ મર્ડર / આરોપી બિમલ પીડિતાના સંપર્કમાં હતો, તેણે યુવતીને 13 દિવસમાં 214 કોલ કર્યા હતા

Bimal bharvad who was in touch with sayara victim 214 calls to collegian girl in 13 days
Bimal bharvad who was in touch with sayara victim 214 calls to collegian girl in 13 days

  • CID ક્રાઇમની SITએ ત્રણ આરોપીઓને મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માંગ્યા
  • બિમલ ભરવાડ અને જીગર પરમારના પીડિતા સાથેના સંબંધોની તપાસ કરવા SITએ રિમાન્ડની માંગણી કરી
  • SITએ જીગર પરમાર પાસેથી તેના મોબાઈલનું સીમ કાર્ડ જપ્ત કરવાનું જરૂરી હોવાનું કોર્ટને જણાવ્યું

Divyabhaskar.com

Jan 21, 2020, 07:18 PM IST
મોડાસા: સાયરા (અમરાપુર)ની યુવતીના ગેંગ રેપ અને હત્યા કેસમાં આજે CID ક્રાઇમની SITએ મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 3 આરોપીઓને રજૂ કર્યા હતા. જેમાં CID ક્રાઇમની SITએ કોર્ટમાં જણાવ્યું હતું કે, આરોપી બિમલ ભરવાડે પીડિતા સાથે 13 દિવસમાં એટલે કે 18 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી 214 વાર ફોન પર વાતચીત કર હતી. 18મી જાન્યુઆરીએ રાજ્યના પોલીસ વડાએ તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપીને સોંપી હતી. તેના બીજા જ દિવસે SITએ કામગીરી આરંભી દીધી હતી અને 19 જાન્યુઆરીએ સ્થળ તપાસ કરીને યુવકની મળેલી લાશ સુધીની ઊંચાઈ માપી હતી અને પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી.
પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે આરોપીઓને કાર્ટમાં રજૂ કરાયા
CID ક્રાઇમની SITએ બિમલ ભરવાડ,દર્શન ભરવાડ અને જીગર પરમાર એમ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. SITએ આરોપી બિમલ ભરવાડ અને જીગર પરમારના પીડિતા સાથેના સંબંધોની તપાસ કરવા માટે રિમાન્ડની માંગણી કરી હતી. દરમિયાન SITએ આરોપી જીગર પરમાર પાસેથી તેના મોબાઈલનું સીમ કાર્ડ જપ્ત કરવાનું હોવાથી રિમાન્ડ જરૂરી હોવાનું કોર્ટને જણાવ્યું હતું.
રેપનો એક આરોપીએ સ્વીકાર કર્યો હતો
સાયરાના ચર્ચિત ગેંગ રેપ અને મર્ડર કેસમાં 3 આરોપીઓ રિમાન્ડ પર છે. જ્યારે એક હજુ પણ ફરાર છે. શનિવારે કોર્ટમાં એક આરોપીએ રેપ કર્યાનું સ્વીકાર્યું છે ત્યારે ગઈકાલે રચાયેલી SITની ટીમે સાયરામાં યુવતીની લટકતી લાશ મળે ત્યાં આસપાસના વિસ્તારમાં સર્ચ કર્યુ હતું. ત્યાં વડ પર યુવતીનો લટકતો મળેલા મૃતદેહ સુધીની ઊંચાઈ માપવામાં આવી હતી. જ્યારે યુવતીના પરિવાર પાસે પહોંચીને SITની ટીમે મુલાકાત કરી બેઠક કરી હતી. રચના કરાયાના બીજા દિવસથી SITએ તપાસ તેજ કરી દીધી છે.
શનિવારે SITની રચના કરાઈ
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ શનિવારે સીઆઈડી ક્રાઈમની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની જાહેરાત કરી હતી. CID ક્રાઈમના DIG ગૌતમ પરમારના નેતૃત્વમાં SP વીરેન્દ્ર યાદવ, DySP અશ્વિન પટેલનો SITમાં સમાવેશ કરાયો છે. તેમજ તત્કાલિન મોડાસા ટાઉન પીઆઈ નાગજી કે રબારીને સસ્પેન્ડ કર્યા હતા. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં ત્રણની ધરપકડ કરાઈ છે. પીડિતાનું પોસ્ટમોર્ટમ પાંચ ડોક્ટરની પેનલથી ફોરેન્સીક મેડીસીન પૃથક્કરણના આધારે કરાયું છે. ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને લઇને સીઆઇડી ક્રાઇમને તસાપ સૌપી SITની રચના કરાઈ છે.
ગેંગરેપ મર્ડર કેસમાં NCSCએ રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારતા પોલીસ એક્શનમાં
મોડાસાના સાયરા (અમરાપુર) 19 વર્ષીય અનુસૂચિત જાતિ સમાજની યુવતી અપહરણ, સામુહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં શુક્રવારે એન.સી.એસ.સી રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારી હતી. જેમાં એફઆઈઆર નોંધવાથી લઈ, આરોપીઓની ધરપકડ સંદર્ભે રાજ્ય સરકારે માનવ, મહિલા અને એસ.સી અધિકારીઓના તેમજ તપાસ સંદર્ભે પોલીસે શું કાર્યવાહી કરી...? તેનો વિસ્તૃત અહેવાલ 15 દિવસમાં આયોગને સોંપવા ચીફ સેક્રેટરીને તાકીદ કરી હતી. ચીફ સેક્રેટરીને તાકિદ કરાયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી તત્કાલિન મોડાસા ટાઉન પીઆઈ નાગજી રબારીને સસ્પેન્ડ કર્યા હતા.
પાંચ દિવસ ગુમ યુવતીની લાશ મળ્યાના ત્રીજા દિવસે ફરિયાદ
મોડાસાના સાયરા(અમરાપુર)ની 31મીએ ડિસેમ્બરથી પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકતી 5 જાન્યુઆરીએ લાશ મળી હતી. યુવતીના પરિજનો તથા અનુસૂચિત જાતિ સમાજે આરોપીઓ સામે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધ્યા પછી જ લાશ સ્વીકારવાની માંગ કરી હતી. પણ પોલીસે માંગણી ન સ્વીકારતાં અનુસૂચિત જાતિ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને 6 જાન્યુઆરીએ મોડાસામાં ચક્કાજામ અને પીએચસીની બહાર આખી રાત ધરણા કરી પોલીસ સામે આક્રોશ દર્શાવ્યો હતો. જેના પગલે મોડાસામાં તંગદિલી સર્જાતાં વાતાવરણ તંગ બન્યું હતું અને મોડાસા પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. 7 જાન્યુઆરીએ પોલીસે સમાજનો આક્રોશ જોઇ ચાર વિરુદ્ધ, અપહરણ, દુષ્કર્મ, હત્યા અને એટ્રોસિટી એક્ટ મુજબ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ એસટી એસસી સેલના ડીવાયએસપી ગઢવીને સોંપી હતી. તેમજ યુવતીના મૃતદેહને તે જ રાત્રે અમદાવાદ પીએમ માટે ખસેડાયો હતો. 8 જાન્યુઆરી પીએમ કરાવ્યા બાદ યુવતીના માતા-પિતાની તબિયત લથડતાં મોડી રાત્રે 2 વાગ્યે મૃતદેહ સ્વીકારીને પરિવાર વતન ગયો હતો. 9 જાન્યુઆરીએ સમાજના રીતરિવાજ મુજબ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં અંતિમવિધિ કરાઈ હતી. 11 જાન્યુઆરીએ 3 આરોપીએ સરેન્ડર કરતા એસસી-એસટી સેલના ડીવાયએસપીએ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. આ બનાવમાં હજુ એક આરોપી ફરાર છે. 13 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મહિલા પંચના ડો. રજૂલ દેસાઈએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આજ દિવસે આરોપીને મોડાસાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 3 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી ત્રણેય આરોપીઓના પાંચ દિવસના સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા. 18મી જાન્યુઆરીએ પણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે 18મીએ જ રાજ્ય પોલીસ વડાએ તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી હતી અને એસઆઈટી રચાઈ હતી. 19 જાન્યુઆરીએ SITએ વડ પર યુવતીનો લટકતા મળેલા મૃતદેહ સુધીની ઊંચાઈ માપી હતી. જ્યારે યુવતીના પરિવાર પાસે પહોંચીને બેઠક કરી હતી.
(તસવીર અને માહિતી: કૌશિક સોની, ભિલોડા)
X
Bimal bharvad who was in touch with sayara victim 214 calls to collegian girl in 13 days
Bimal bharvad who was in touch with sayara victim 214 calls to collegian girl in 13 days
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી