તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભિલોડાના વાંકાનેર ના યુવકનો નોકરીનો પ્રથમ દિવસ જ જિંદગીનો છેલ્લો દિવસ બન્યો, ટેમ્પો નીચે દટાતા મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનની વીજ કંપનીનો માલસામાન પૂરી પાડતી કંપનીમાં નોકરી લાગી હતી

ભિલોડા: તાલુકાના વાંકાનેર ગામનો યુવક નોકરીના પ્રથમ દિવસે ટેમ્પોમાં બેસી કંપનીના કામકાજ અર્થે જઈ પરત ફરતા રસ્તામાં ટેમ્પો પલ્ટી જતા ટેમ્પા નીચે યુવક દટાઈ જતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.  ટેમ્પો પલ્ટી જતા ડ્રાઈવર-ક્લિનર ટેમ્પો ઘટનાસ્થળે મૂકી ફરાર થઈ ગયા હતા. અકસ્માતના પગલે દોડી આવેલી ભિલોડા પોલીસે મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અકસ્માત બાદ ડ્રાઈવર-ક્લિનર ટેમ્પો મૂકી ફરાર
 વાંકાનેર ગામનો જયેશભાઇ શીવાભાઈ વણકર નામનો યુવક ગામમાં આવેલી જીઆઈડીસીમાં આવેલી અને વીજતંત્રને માલસામાન પુરી પડતી કંપનીમાં બુધવારે નોકરી લાગ્યો હતો. કંપનીના કામકાજ અર્થે ટેમ્પો (ગાડી.નં.GJ 09 Z 0946 ) માં બેસી હિંમતનગર તરફ કામકાજ અર્થે જઈ પરત ફરી રહ્યા હતા. ભિલોડા હિંમતનગર રોડ પર મઠટીંબા ગામ નજીક ટેમ્પો પલ્ટી જતા ટેમ્પો નીચે જયેશ નામનો યુવક દબાઈ જતા ઘટનાસ્થળે પ્રાણ પંખેરું ઉડી ગયું હ. તું યુવકનું મોત નિપજતા ટેમ્પો ડ્રાઈવર-ક્લીનર ઘટનાસ્થળે થી ફરાર થઈ ગયા હતા.
લોકોએ અકસ્માતની પોલીસને જાણ કરી
અકસ્માતના પગલે આજુબાજુથી દોડી આવેલા લોકોએ ભિલોડા પોલીસને જાણ કરતા ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડી શૈલેષ કુમાર શીવાભાઈ વણકરની ફરિયાદના આધારે ટેમ્પો ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક યુવક ના ચાર મહિના પહેલા લગ્ન થયા

મૃતક યુવક જયેશભાઇના ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા સુખી સંસારના શમણાં જોતી યુવકની પત્ની પર પતિના આકસ્મિક મોતથી આભ તૂટી પડ્યું હતું. પરિવારજનોએ ભારે રોકોક્કળ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી.
(તસવીર અને માહિતી: કૌશિક સોની, ભિલોડા)