તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભિલોડામાં 50 હજારની સામે દોસ્તી હારી, મિત્રએ યુવકની હત્યા કરી અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભિલોડા પોલીસે વાઘપુરના હત્યારા મિત્ર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભિલોડા: ‘મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુ:ખમાં આગળ હોય’ કહેવતને ખોટી સાબિત કરતી ઘટના ભિલોડામાં બનતા ચકચાર મચી છે. ભિલોડાના નવભાવનાથ રહેતા યુવકને તેના મિત્રએ 50 હજાર રૂપિયાની લેતી-દેતીમાં ફોન કરી બોલાવી હતી. ઇડરના બોડેલી નજીક હત્યા કરી ઈકો કારમાં ભિલોડા લાવી અકસ્માતમાં ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ થતા હત્યાનો ભોગ બનનાર પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. સમગ્ર ઘટના અંગે ભિલોડા પોલીસે વાઘપુરના હત્યારા મિત્ર કાળુભાઇ ઉર્ફે સંજય રામજીભાઈ ખરાડી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મિત્રને
મૂઢ માર મારી મોતને ઘાટ ઉતાર્યો
ભિલોડાના નવા ભવનાથમાં રહેતા કલ્પેશભાઈ અશ્વિનભાઈ પરમાર (મૂળ રહે, ચોરીમાલા) નામનો યુવક અને વાઘપુર ગામના કાળુભાઇ ઉર્ફે સંજય રામજીભાઈ ખરાડી મિત્રો હતા. કલ્પેશભાઈને તેના મિત્ર સંજય ખરાડી પાસે 50 હજાર રૂપિયા લેવાના નીકળતા હતા. વારંવાર ઉઘરાણી છતાં પૈસા પરત આપવા આનાકાની કરતા કાળુભાઇ ઉર્ફે સંજય ખરાડીએ ફોન કરી કલ્પેશભાઈને બોલાવી ઇડર તાલુકાના બડોલી નજીક લઈ જઈ મૂઢ માર મારી હત્યા કરી હતી. ત્યારબાદ યુવકની લાશને ઈકો કારમાં ભિલોડા લઈ આવી અકસ્માતમાં મોત થયું હોવાનું જણાવી હત્યાને અકસ્માતમાં ખપાવવાના નિષ્ફળ પ્રયાસ કરતા ભારે ચકચાર મચી હતી.
મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી
ભિલોડા પોલીસે મૃતકની પત્ની કોકિલાબેન કલ્પેશભાઈ પરમારની ફરિયાદના આધારે કાળુભાઇ ઉર્ફે સંજયભાઈ રામજીભાઈ ખરાડી વિરુદ્ધ ઇપીકો કલમ-323,302 મુજબ ગુો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
( માહિતી: કૌશિક સોની, ભિલોડા)