• Gujarati News
  • National
  • Arvalli Collector Amritesh Aurangabadkar Teaches To Children In Nava Gam Primary School In Meghraj Taluka

અરવલ્લી કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે શિક્ષક બની નવા ગામ પ્રાથમિક શાળામાં બાળકોને દાખલા ગણાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઔરંગાબાદકર મેઘરજના નવાગામ ગ્રામ પંચાયતની દફ્તર તપાસણી માટે ઓચિંતી મુલાકાતે ગયા
  • કલેક્ટર કચેરી વિતાવી લોકોના પડતર પ્રશ્નો અને સમસ્યાઓને દૂર કરી રહ્યા છે

મોડાસા: અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર મેઘરજના નવાગામ ગ્રામ પંચાયતની દફ્તર તપાસણી માટે ઓચિંતી મુલાકાતે ગયા હતા, તે સમય દરમિયાન તેઓ નવાગામ ખાતેની પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં જઈ કલેક્ટર શિક્ષક બન્યા હતા. તેણે બાળકોને દાખલા ગણાવ્યા હતા.

રાત્રી મુકામ થકી ગામ લોકોને ઘરે પહોંચે છે
રાજ્યમાં કલેક્ટરની બદલી થયા બાદ અરવલ્લી જિલ્લામાં નવનિયુક્ત કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર વિવિધ પ્રજાલક્ષી કામગીરી કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર મોટા ભાગનો સમય કલેક્ટર કચેરી વિતાવી લોકોના પડતર પ્રશ્નો અને સમસ્યાઓને દૂર કરી રહ્યા છે. વહીવટી તંત્રના રાત્રી મુકામ કાર્યક્રમ થકી લોકોને ઘેર બેઠા જ વિવિધ પ્રશ્નોનું નિરાકરણ થઇ રહ્યું છે.

કલેક્ટરે સ્કૂલ અને બાલમંદિરની મુલાકાત લીધી
પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન બાળકોને વિવિધ શૈક્ષણિક પ્રશ્નો પૂછી મુલ્યાંકન કર્યું હતું. શાળાની મુલાકાત સમયે કલેક્ટર શિક્ષક બનીને બાળકોને ગણિતના દાખલા ગણાવ્યા હતાં. આ સાથે જ તેઓ આંગણવાડી બાલ મંદિરના બાળકો સાથે મુલાકાત કરી હતી. જ્યાં પ્રાથમિક શાળામાં વ્યવસ્થા, સ્વચ્છતા નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓની મુલાકાત કરી બાળકોને માર્ગદર્શન  પુરૂ પાડ્યું હતું.
(તસવીર અને માહિતી: કૌશિક સોની, ભિલોડા)