તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • A Forest Department Assisted In Trapping A Spanish Couple's Carts In The Jungle Area Of Malpur Modasa

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત ભ્રમણે આવેલા સ્પેનિશ કપલની ગાડી માલપુરના જંગલ વિસ્તારમાં ખાડામાં ફસાતાં વનવિભાગે મદદ કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોડાસાઃ ભારત ભ્રમણે નીકળેલ સ્પેનિશ કપલ માલપુરના જંગલ વિસ્તારમાં પહોંચ્યું હતું  સ્પેનિશ કપલની ટ્રાવેલર ગાડી ખાડામાં ખૂંપી જતા સ્પેનિશ યુવકે વનવિભાગ તંત્રના કર્મચારીઓની મદદ માંગતા ટ્રેક્ટરની મદદથી ટ્રાવેલર બસ બહાર નીકાળવામાં મદદ કરતા સ્પેનિશ કપલે વનવિભાગના કર્મચારીઓનો આભાર વ્યક્ત કરી ગોવા જવા નીકળી ગયું હતું. તંત્ર, સ્થાનિક તંત્ર અને આઈ.બી વિભાગને સ્પેનિશ કપલ ત્રણ દિવસ જંગલમાં રોકાણ કર્યું એ અંગે જાણ હતી કે પછી ગંધ સુદ્ધાં આવી નથી જેવા પ્રશ્નો સ્થાનિકોમાં પેદા થયા છે.  
વાત્રક નદીના કિનારે કાદવમાં ફસાઈ જતા સ્પેનિશ કપલે અનેક પ્રયત્નો કર્યા
માલપુર તાલુકાના રૂઘનાથપુરા નજીક વાત્રક નદીના કિનારે જંગલ જેવા વિસ્તારમાં ત્રણ-ચાર દિવસથી સ્પેનિશ કપલ રોકાણ કરવાની રહેવા ખાવાની સુવિધાથી સજ્જ મર્સીડીઝ ટ્રાવેલરમાં પહોંચી પડાવ નાખ્યો હતો. રૂઘનાથપુરા થી પ્રયાણ કરતા સમયે સ્પેનિશ કપલની ટ્રાવેલર બેન્ઝ જંગલમાં વાત્રક નદીના કિનારે કાદવમાં ફસાઈ જતા સ્પેનિશ કપલે અનેક પ્રયત્નો કરવા છતાં બહાર ન નીકળતા નજીકમાં આવેલ વનવિભાગ તંત્રની નર્સરીમાં ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને પહોંચી  વનવિભાગના કર્મીઓ રોહિત ભારતીય અને  રાજુભાઈ નામના કર્મચારી પાસે સ્પેનિશ ભાષામાં મદદ માંગતા બંને કર્મચારીઓ મૂંઝવણમાં મૂકાયા હતા.

ગુગલ ટ્રાન્સ્લેટરના આધારે મદદ મળી
વનવિભાગના કર્મચારીઓએ ગુગલ ટ્રાન્સ્લેટના આધારે સ્પેનિશ ભાષાનું ગુજરાતીમાં રૂપાંતરિત કરતા વિદેશી યુવકની ટ્રાવેલર જંગલમાં ખાડામાં ફસાઈ હોવાની જાણ થતા વનવિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ટ્રેક્ટરની મદદથી ટ્રાવેલર ગાડી બહાર કાઢી આપતા સ્પેનિશ કપલે ખુશી સાથે આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને ગોવા તરફ પ્રયાણ કર્યું હતુ. વિદેશી યુવક જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ખરીદવા ઇલેક્ટ્રિક મોપેડ લઈ  માલપુર બજારની મુલાકાત પણ બે ત્રણ વાર કરી હોવાનું વેપારી આલમમાં ચર્ચા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો