મહાભારત કાળના ચિત્ર-વિચિત્ર બે દિવસીય મેળાનો આજથી પ્રારંભ, બંનેએ ગુણભાંખરી ગામે અગ્નિસ્નાન કર્યું હતું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચિત્ર-વિચિત્રના મેળાની ફાઈલ તસવીર- સૌજન્ય: ગુજરાત ટુરિઝમ - Divya Bhaskar
ચિત્ર-વિચિત્રના મેળાની ફાઈલ તસવીર- સૌજન્ય: ગુજરાત ટુરિઝમ
  • લોકમેળો મેળાની આગળની મધરાત્રે વનવાસીઓ સ્નેહીજનોના અસ્થીનું વિસર્જન કરી શોક મનાવશે

પોશીના: તાલુકાના ગુણભાંખરી ગામે ભરાતો ચિત્ર-વિચિત્ર મેળો ખૂબ જ ખ્યાતિ ધરાવે છે આ વર્ષે ચિત્રવિચિત્રનો મેળો તારીખ ૩ અને ૪ એપ્રિલના રોજ ભરાશે. જેમાં મેળાની આગળની મધરાત્રે વનવાસીઓ વર્ષ દરમિયાન પોતાના સ્નેહીજનોના મૃત્યુ બાદ રાખેલા અસ્થીનું પૂજા-અર્ચના સાથે વિસર્જન કરી શોક મનાવશે.
ચિત્ર-વિચિત્ર મેળાની દંતકથા
ચિત્ર-વિચિત્રના મેળા અંગે ચાલી આવતી દંતકથા મુજબ મહાભારત કાળમાં શાંતનુ રાજાને બે રાણીઓ હતી. જે પૈકી મત્સ્યગંધા નામની રાણીને બે પુત્રો હતા. 
જેમાં એકનું નામ ચિત્રવીર્ય અને બીજાનું નામ વિચિત્રવીર્ય હતું તો બીજી તરફ તેમના નિવાસમાં ઓરમાન ભાઈ ભીષ્મ નિવાસ કરતા હતા. જેથી ચિત્ર અને વિચિત્રના મનમાં ભીષ્મ અને માતા મત્સ્યગંધા વચ્ચેનો શંકાનો કીડો સરવાળે હતો. જેથી આ બંને ભાઈઓએ તપાસ કરતાં તેઓ અવાક બની ગયા હતા.
તપાસ દરમિયાન ભાઈ ભીષ્મ માતા મત્સ્યગંધાની સેવા કરતા હતા જેથી તેઓ ખુબ જ દુઃખી થયા હતા. જેથી પોતાના ભાઈ ભીષ્મ અને માતા માટે કરેલી શંકાનું પાપ લાગતાં ખુબ જ વ્યથિત થઈ ગયા હતા.
ત્યારબાદ તેઓ તેમના આ પાપના નિવારણ માટે તેમના ગુરુ પાસે ગયા હતા અને તેમને ઉપાય પૂછ્યો હતો. જેમાં ગુરુએ કુંવારી ભૂમિ હોય ત્રિવેણી સંગમ હોય અને પારસ પીપળો હોય ત્યાં જઈને તેઓએ અગ્નિસ્નાન કરવું તેમ જણાવ્યું હતું.
જેથી ચિત્ર અને વિચિત્ર એ પુરું ભારત વર્ષ ભ્રમણ કરી અને શોધખોળ બાદ પોશીના તાલુકાના ગુણભાંખરી ગામે આવ્યા હતા. જ્યાં ભગવાન શિવજીની પૂજા-અર્ચના કર્યા બાદ બંને ભાઈ આ જગ્યાએ અગ્નિસ્નાન કર્યું હતું.
અગ્નિસ્નાન કરતા પહેલા તેમને મદદ કરનાર લોકોને વરદાન માંગવા કહ્યું હતું. જેથી હાલ આ જગ્યાની નજીક આવેલ મતરવાડા અને વીંછી ગામના વનવાસીઓએ પાણીની માંગ કરી હતી.
જે આધારે આજે પણ આ બંને ગામોમાં હિમ પડતું નથી તથા કપરા વર્ષોમાં પણ આ બંને ગામોમાં પાણી ખૂટતું નથી. જેથી દર વર્ષે ધુળેટી બાદ આવતી ચૌદસ અને અમાસે વિચિત્રનો મેળો ભરાય છે.
મેળા માટે બસોની વ્યવસ્થા ‌ઊભી કરાઇ
ચિત્ર-વિચિત્રના મેળા સ્થળે જવા માટે ખેડબ્રહ્મા ડેપો દ્વારા મુસાફરોની સુવિધા ને ધ્યાને લઇ પોશીનાથી ગુણભાંખરી 12 લાંબડીયાથી ગુણભાંખરી 8 કોટડા થી ગુણભાંખરી 12 અને ખેરોજ થી ગુણભાંખરી 2 કુલ 34 એસટી બસો મેળા માટે ફાળવવામાં આવી છે. 
અન્ય સમાચારો પણ છે...