તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાઈક પર બાયડથી કપડવંજ જતાં લોકરક્ષક દળના પરીક્ષાર્થીનું અકસ્માતમાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાઈક વૃક્ષને અથડાતા પરીક્ષાર્થીનું સારવાર દરમિયાન મોત થયું હતું - Divya Bhaskar
બાઈક વૃક્ષને અથડાતા પરીક્ષાર્થીનું સારવાર દરમિયાન મોત થયું હતું
  • મફતમાં બસ સેવા પૂરી પાડવામાં આવી છતાં યુવાન બાઈક લઈને નિકળ્યો
  • પરીક્ષા કેન્દ્રો એક જિલ્લામાંથી દૂરના જિલ્લામાં ફાળવાયા છે
બાયડ/ મોડાસા: આજે લોકરક્ષક દળની પરીક્ષા યોજાઈ રહી છે. તેમાં પરીક્ષા આપવા જતાં મગોડીના વિપલ ખાંટનું મોત નિપજ્યું હતું. માલપુરના મગોડીથી કપડવંજ જતી વખતે બાયડના સરસોલી પાસે તેનું બાઈક ઝાડ સાથે અથડાયું હતું. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જ્યારે કડી પરીક્ષા આપી  ખેડબ્રહ્મા પરત ફરતાં યુવાનને છત્રાલ પાસે કારે અડફેટે લેતા સારવારાર્થે ખસેડાયો હતો
અન્ય સમાચારો પણ છે...