મોડાસા / માઝુમ ડેમનું 2 હજાર ક્યૂસેક પાણી છોડાતા નદી ગાંડીતૂર, ખડોદા કોઝવે પરપાણી ફરી વળતા 10 ગામનો સંપર્ક તૂટ્યો

10 villages lost contact after Mazum Dam overflow 2 thousand cusecs of water leaving river

  • વિદ્યાર્થીઓ અને બીમાર લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

Divyabhaskar.com

Sep 16, 2019, 02:43 PM IST

મોડાસા: ઉપરવાસ અને પંથકમાં મેઘરાજા મહેરબાન થતા માઝુમ ડેમ ભરાઈ જતા અગાઉ એક દરવાજો ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. રવિવારે માઝુમ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતા રૂલ લેવલ જાળવી રાખવા બે દરવાજા ખોલી 2000 ક્યુસેક પાણી છોડવામાં આવતા માઝુમ નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં ગાંડીતુર બની હતી. ખડોદા ગામ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળતા 10થી વધુ ગામોનો સંપર્ક તૂટતાં પ્રજાજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
લોકો જીવ જોખમમાં મૂકી કોઝવે પરથી પસાર થવા મજબૂર
માઝુમ ડેમની સપાટી 156.95 મીટર પહોંચતા હાલ લેવલ સપાટી જાળવવા ડેમમાંથી પાણી છોડતા ખડોદા નજીક કોઝવે પરથી 3 ફૂટ પાણી ફરી વળતા 10થી વધુ ગામોનો સંપર્ક તૂટ્યો હતો. પ્રજાજનોએ જીવને જોખમમાં મૂકીને કોઝવે પરથી પસાર થવા મજબૂર બનવું પડ્યું હતું. વિદ્યાર્થીઓ અને બીમાર દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વાત્રક નદી પરનો જૂનો પુલ પાણીમાં ગરકાવ થતા પાણીનો નજારો જોવા લોકો ઉમટ્યા
અરવલ્લી જિલ્લામાં 6 તાલુકામાંથી 5 તાલુકામાં સો ટકાથી વધુ વરસાદ ખાબકતા અને ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદ પડ્યો છે. જેને પગલે વાત્રક ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થતાં અને વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ છે. માલપુર નજીક વાત્રક નદી પર આવેલો પુલ પાણીમાં ગરકાવ થતાં વાત્રક નદીને બે કાંઠે વહેતી જોવા માલપુર પંથકના પ્રજાજનો ઉમટ્યા હતા.
(તસવીર અને માહિતી: કૌશિક સોની, ભિલોડા)

X
10 villages lost contact after Mazum Dam overflow 2 thousand cusecs of water leaving river
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી