મહેસાણા / કડાનાં પ્રેમીપંખીડાંએ રાધનપુરના ખેતરમાં ઝેરી દવા પી લેતાં યુવકના મામાએ પણ દવા પીધી, ત્રણેનાં મોત

બંને પ્રેમી પંખીડાએ એકબીજાના હાથ પકડી દવા પીધી
બંને પ્રેમી પંખીડાએ એકબીજાના હાથ પકડી દવા પીધી
યુવકના મામાએ પણ દવા પીને આપઘાત કર્યો
યુવકના મામાએ પણ દવા પીને આપઘાત કર્યો

  • એકબીજાના હાથ મિલાવી પ્રેમીયુગલે ઝેર પીધું
  • સ્યુસાઇડ નોટમાં લખ્યું- અમને ભેગા બાળજો રવિવારે ઘરેથી ભાગી ગયા હતા
  • મરતાં પહેલાં રાધનપુરથી 8 કિમી દૂરનું સ્થળ દર્શાવતો ફોટો વોટસએપથી ઘરે મોકલ્યો 

Divyabhaskar.com

Jan 22, 2020, 04:27 AM IST

મહેસાણાઃ જિલ્લાના કડા અને પેઢામલી ગામના દેવીપૂજક બે યુવક અને એક યુવતીએ રાધનપુર આવી વારાહી હાઇવે પર મોટી પીંપળી નજીક ખેતરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. મરતાં પહેલાં પ્રેમીયુગલ અને તેમના મિત્રએ ઘરે મોબાઇલથી રાધનપુર નજીકના સ્થળનો ફોટો મોકલ્યો હતો અને સ્યુસાઇડ નોટ લખી અમે આપઘાત કરીએ છીએ અને અમને એકસાથે બાળજો તેમ કહી પ્રેમી યુગલે હાથમાં હાથ મિલાવી આપઘાત કર્યો હતો. ઘટનાને પગલે રાધનપુર પોલીસ તાબડતોબ સ્થળ પર પહોંચી ત્રણેય મૃતદેહોને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. દરમિયાન ઘરેથી મૃતકોના વાલીવારસો પણ દોડી આવ્યા હતા.

ડોક્ટરે ત્રણેયને મૃત જાહેર કર્યાં
રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામે મંગળવાર સાંજે જય માતાજી પેટ્રોલ પંપ પાસે દરબારના ખેતરમાં વાડ પાસે અજાણ્યા બે યુવક અને એક યુવતીને મોઢામાં ફીણ નીકળેલી હાલતમાં જોતાં ખેતર માલિક નથુજી ગુદરજી પરમારે રાધનપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે ત્રણેયને ખાનગી વાહનમાં રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ડોક્ટરે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. મૃતકો વિજાપુર તાલુકાના પેઢામણી ગામના અશ્વિન જયંતીભાઈ દેવીપુજક (25), વિસનગર તાલુકાના કડા ગામનો પ્રકાશ બળદેવભાઈ દેવીપુજક (18) તેમજ કડા ગામની હિરલ મેહુલભાઈ દેવીપુજક (24) હોવાની ઓળખ થઈ હતી. તેમણે વોટસએપથી મોકલેલા ..રાધનપુરથી 8 કિમી... તેવા ફોટા આધારે તેમના પરિવારજનો રાધનપુર દોડી આવ્યા હતા. બુધવારે સવારે પેનલ ડોક્ટરોથી ત્રણેનું પીએમ કરાશે.

માર અને ડરની બીકમાં દવા પીધી હોવાની આશંકા
રાધનપુરના ઇન્ચાર્જ પીઆઇ વાય.બી. જાડેજાએ જણાવ્યું કે, પ્રકાશ અને હીરલને પ્રેમસંબંધ હતો પણ તે એક નહીં થઇ શકે તેવું લાગતાં રવિવારે સાંજે ઘરેથી નીકળી ગયા હતા. અશ્વિન પણ સાથે હતો. મંગળવારે રાધનપુર નજીકનો ફોટો ઘરે મોકલ્યા બાદ સ્યુસાઇડ નોટ લખી ઝેરી દવા પી લીધી હતી. મૃતક અશ્વિન અને પ્રકાશ મામા- ભાણેજ થાય છે. હિરલનાં લગ્ન પેઢામલી ગામે થયેલાં હતાં. હીરલ અને પ્રકાશે દવા પીધા પછી અશ્વિને પણ તેના પર શંકા જશે તેમ માની દવા પીધી હોય તેવું લાગી રહ્યું છે. તેમને લેવા આવવા ફોન આવ્યો હતો પેઢામલીના અશોકભાઇ ચુનાભાઇ દેવીપૂજકે જણાવ્યું કે, બે દિવસથી શોધખોળ ચાલુ હતી, પણ ફોન બંધ આવતો હતો. તે છ-સાત વાગે ફોન ચાલુ કરતા. સવારે હું આવી જાઉં છું તેવું અશ્વિને કહ્યું હતું. પણ પછી બે વાગ્યે ફોન કરીને અમને આ ગામમાં લેવા આવો. અમે ફોટો મોકલવા કહ્યું કે અમે આવી શકીએ. અમે આવવા કહેતાં તેમની પાસે પૈસા થઇ રહ્યા છે તેવું અમને કહ્યું હતું. અમે સાંજે આવ્યા ત્યારે બાઇક પાસે મરેલાં પડ્યાં હતાં. પહેલાંની પ્રેમકહાની ચાલુ હતી કડા ગામે પિયર અને પેઢામલીમાં સાસરી ધરાવતાં પુરીબેન દેવીપૂજકે જણાવ્યું કે, ત્રણ જણાં અમારાં સંબંધી છે. પ્રકાશ મારો ભાણો અને એક પિયરની છોકરી છે. એક મારો ભત્રીજો છે. પહેલાંની પ્રેમકહાની ચાલુ હતી. છોકરીના લગ્ન થયાં હતાં, ત્યાંથી પિયરથી ભાણો થતો હતો તે અમારા ઘરે આવ્યો. બે જણા ભાગી ગયા. સાથ આપવાવાળો ભત્રીજો થાય છે. માર અને ડરની બીકમાં દવા પી લીધી.

તેમને લેવા આવવા માટે ફોન આવ્યો હતો: પેઢામલીના અશોકભાઇ ચુનાભાઇ દેવીપૂજકે જણાવ્યું કે બે દિવસથી શોધખોળ ચાલુ હતી પણ ફોન બંધ આવતો હતો. તેઓ છ સાત વાગે ફોન ચાલુ કરતા. સવારે હું આવી જાઉ છુ તેવું અશ્વીનભાઇએ કહયું હતું .પણ પછી બે વાગ્યે ફોન કરીને અમને આ ગામમાં લેવા આવવાના છે.

પહેલાંની પ્રેમ કહાની ચાલું હતી: કડા ગામે પીયર અને પેઢામલીમાં સાસરી ધરાવતા પુરીબેન દેવીપૂજકે જણાવ્યું કે ત્રણ જણા અમારા સબંધી છે.પ્રકાશ મારો ભાણો અને એક પીયરની છોકરી છે.અેક મારો ભત્રીજો છે. પહેલાની પ્રેમકહાની ચાલુ હતી. છોકરીના લગ્ન થયા હતા ત્યાંથી પીયરથી ભાણો થતો હતો તે અમારા ઘરે આવ્યો.બે જણા ભાગી ગયા. સાથ આપવાવાળો ભત્રીજો થાય છે. માર અને ડરની બીકમાં દવા પી લીધી.

(તસવીર અને અહેવાલઃ મૌલિક દવે. પાટણ)

X
બંને પ્રેમી પંખીડાએ એકબીજાના હાથ પકડી દવા પીધીબંને પ્રેમી પંખીડાએ એકબીજાના હાથ પકડી દવા પીધી
યુવકના મામાએ પણ દવા પીને આપઘાત કર્યોયુવકના મામાએ પણ દવા પીને આપઘાત કર્યો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી