ટ્રકની ટક્કરે જીપડાલામાંથી ફેંકાયેલા યુવક પર ટ્રકનાં ટાયર ફરી વળતાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જેતપુરની નવરાત્રી પાર્ટી રામોસણાથી પરત જઇ રહી હતી મહેસાણા તાલુકા પોલીસે ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવી
  • મહેસાણાના નુગર સર્કલ પાસે અકસ્માતમાં 2ને ઇજા

મહેસાણાઃ મહેસાણા-મોઢેરા રોડ પર નુગર સર્કલ પાસે ટ્રકની ટક્કરે પીકઅપ ડાલામાંથી ફંગોળાયેલા યુવકના શરીર પરથી ટ્રકનાં ટાયર ફરી વળતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બે જણાને ઇજા થઇ હતી. મહેસાણા તાલુકા પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો હતો. મૃતક સહિતના યુવાનો રામોસણાપાસે રાધે ટાઉનશીપમાં ટેસ્ટ આપી પરત જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.
બહુચરાજી તાલુકાના જેતપુર ગામના મહેન્દ્રસિંહ કડવાજી ઠાકોર સહિત પીકઅપ ડાલા (જીજે 23 3196)માં ડીજે સાઉન્ડ સાથે ગુરુવારે રાત્રે 12.30 વાગ્યે જેતપુર જતા હતા. ત્યારે નુગર સર્કલ પાસે સામેથી આવેલી ટ્રક (આરજે 14ક્યુ એક્સ 0092)ના ચાલકે પીકઅપ ડાલાને ટક્કર મારી હતી. જેમાં ડાલામાંથી બહાર ફેંકાયેલા વિજય ગેમરભાઇ ઠાકોરના શરીર પરથી ટ્રકનાં ટાયર ફરી વળતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બે યુવાનોને ઇજા થઇ હતી. આ બનાવની જાણ થતાં મહેસાણા તાલુકા પોલીસે લાશનું પીએમ કરાવી ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યુવાનો આગામી નવરાત્રી માટે રામોસણા પાસે રાધે ટાઉનશીપમાં ટેસ્ટ આપી પરત જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.