હિંમતનગરમાં ટ્રેક્ટરની ટ્રોલી પાછળ એક્ટીવા ઘૂસી જતાં મોટાબાપા અને ભત્રીજાનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં ખેડતસીયા રોડ પરનો બનાવ

હિંમતનગર: શહેરના ખેડતસીયા રોડ પર બુધવારે સાંજે રિલાયન્સ મોલ નજીક ઉભા રહેલ નંબર વગરના ટ્રેક્ટરની ટ્રોલી પાછળએક્ટીવા ઘૂસી જતાએકનુ ઘટનાસ્થળે જ મોત થયું હતુ અને યુવાનનુ સારવાર માટે લઇ જવા દરમિયાન મોત નીપજ્યુ હતું.
બુધવારે મોડી સાંજે રિલાયન્સ મોલ આગળ ઉભા રહેલ રેતી ભરેલા નંબર વગરના ટ્રેક્ટરની ટ્રોલી અંધારાના કારણે ન દેખાતાએક્ટીવા નં. જી.જે-1-એન.વી-1564 ટ્રોલી સાથે ધડાકાભેર ટકરાયુ હતુ. અકસ્માતને પગલે લોકો દોડી આવ્યા હતા.એક્ટીવા પર સવાર દિલીપસિંહ બહાદુરસિંહ થાપા (ઉ.વ.55) અને તેમના નાના ભાઇના દિકરા યશ સુરેન્દ્રસિંહ થાપા ટ્રોલી સાથે ટકરાઇ રોડ પર પટકાયા હતા. જેમાં દિલીપસિંહનું ઘટના સ્થળે અને યશ થાપાનુ સારવાર માટે લઇ જવા દરમિયાન કરુણ મોત નીપજ્યુ હતુ.એક જ પરિવારના કે સભ્યોના કરુણ મોતને પગલે ગમગીની છવાઇ હતી.એડિવિઝન પોલીસે બંને વાહનોનો કબ્જો લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારના સભ્યો દોડધામ અને અંતિમ ક્રિયામાં રોકાયેલા હોઇ ફરિયાદ નોંધાઇ નથી.