તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલમાં દાખલ માતાને ટીફીન આપી રાત્રે ઘરે જતાં બે મિત્રોનાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પીરોજપુર પાસે બાઈક ડિવાઈડર સાથે અથડાતાં વડાવી અને લીંચના યુવકે જીવ ખોયો

કડીઃ વડાવી ગામનો યુવક કડીની હોસ્પિટલમાં સારવાર હેઠળ માતાને ટીફીન આપી મિત્ર સાથે બાઈક પર ઘરે જઇ રહ્યો હતો, ત્યારે મંગળવારે રાત્રે પીરોજપુર નજીક બાઈક ડીવાઈડર સાથે અથડાતાં બંને મિત્રોના ઘટના સ્થળે જ મોત થયાં હતાં. 
કડી તાલુકાના વડાવી ગામના બળદેવજી ઠાકોરની પત્નીને હ્રદયની બીમારી હોઇ કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મંગળવારે રાતે તેમનો પુત્ર જલ્પેશજી ઠાકોર (18) તેના મિત્ર મૂળ મહેસાણાના લીંચ ગામના અને વડાવી ગામે બહેનના ઘરે રહેતા ઠાકોર રાકેશજી મંગાજી (17) સાથે બાઇક (GJ 02 BL 4976) લઈને કડી તેની માતાને ટીફીન આપવા આવ્યા હતા. 
રાતે સાડા આઠ વાગે ટીફીન આપી બંને પરત ઘરે જતા હતા. ત્યારે થોળ રોડ સ્થિત પીરોજપુર નજીક બાઈક ડીવાઈડર સાથે અથડાઇને રોડની બાજુમાં ઝાડીમાં પડ્યું હતું. જ્યારે બંને યુવકો રોડ પર પટકાતાં મોતને ભેટ્યા હતા. કડી પોલીસે બંનેની લાશ કડી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી હતી. 

લીંચનો યુવાન ડિપ્લોમા એન્જિનિયરિંગનો છાત્ર
લીંચ ગામના મંગાજી ઠાકોરનો દીકરો રાકેશ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં છેલ્લા વર્ષમાં હતો અને એકનો એક પુત્ર હોઇ પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.