બોલેરોની ટક્કરે રિક્ષા પલ્ટી ખાતાં ચાલક સહિત ત્રણનાં ઘટનાસ્થળે મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિક્ષામાં સવાર ત્રણ લોકોના મોત જ્યારે ત્રણને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા - Divya Bhaskar
રિક્ષામાં સવાર ત્રણ લોકોના મોત જ્યારે ત્રણને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા
  • બહુચરાજી નજીક હાંસલપુર-નાવિયાણી વચ્ચે ગમખ્વાર અકસ્માત
  • રિક્ષા બહુચરાજીથી વણોદ તરફ જઈ રહી હતી ત્યારે નડ્યો અકસ્માત

બહુચરાજીઃ બહુચરાજી નજીક હાંસલપુર ગામ પાસે રવિવારે સાંજના સમયે વરસતા વરસાદમાં બોલેરો ગાડીના ચાલકે સામેથી આવતી રિક્ષાને અડફેટે લેતાં અક્સમાત સર્જાયો હતો. જેમાં  એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ જણાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. 

ત્રણના મોત, ત્રણ ઘાયલ
વણોદ ગામના ભરવાડ વસતાભાઈ રત્નભાઈ (૨૭)  રવિવારે સાંજના સમયે રિક્ષા ( જીજે 38w 0138) માં બહુચરાજીથી મુસાફરો ભરી વણોદ તરફ જઈ રહ્યા હતા. ત્યારે હાંસલપુર અને નાવિયાણી ગામ વચ્ચે મારુતિ સુઝુકી કંપનીના ગેટ નંબર 1 પાસે સામેથી પુરઝડપે આવી રહેલી બોલેરો ગાડી (જીવે 13 એએચ 5065 )ના ચાલકે રિક્ષાને ધડાકાભેર ટક્કર મારી હતી, જેમાં રિક્ષા ચાલક સહિત ત્રણ જણાના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં રિક્ષાચાલક વસતાભાઇ રત્નાભાઇ ભરવાડ (૩૭), એસવાડા ગામના અલ્પેશભાઈ નાયક (૩૦) તેમજ ૬૦ વર્ષના એક વૃદ્ધ મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે ત્રણ મુસાફરોને ઈજા પહોંચી હતી. વસતાભાઇ ભરવાડનું શંખલપુર સિવિલમાં પીએમ કરાયું હતું, જ્યારે અન્ય બે મૃતકોને પાટડી દવાખાને લઇ જવાયા હતા. અકસ્માત બાદ બોલેરો ગાડી રોડની સાઇડે ખાડામાં પલટી ગઈ હતી જેનો ચાલક ચાલુ ગાડીએ કૂદકો મારીને નીચે ઉતરી જતા બચી ગયો હતો. મૃતકો બહુચરાજી ખરીદી કરીને વણોદ તરફ જતા હતા ત્યારે અકસ્માત નડયો હતો

(તસવીર અને અહેવાલઃ હર્ષદ પટેલ, મહેસાણા)