તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીજાની આંખોમાં આંજણ નાંખી દ્રષ્ટી સ્પષ્ટ કરે એ આંજણા: પૂ. જયશ્રીદીદી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણામાં સ્વાધ્યાય પરિવારના વિરાટ ચૌધરી સમૃતિ મિલનમાં ઉ.ગુ.માંથી ત્રણ લાખથી વધુ લોકોએ ભાગ લીધો
 • મરાઠીમાં મેહસાણા શબ્દનો અર્થ થાય ભેંસને લાવો, ગાય-ભેંસને પ્રેમ કરનાર એટલે મહેસાણા

મહેસાણાઃ નાગલપુર સ્થિત વૈકુંઠ રેસિડેન્સીના ગ્રાઉન્ડમાં યોજાયેલા સ્વાધ્યાય પરિવારના ચૌધરી સમૃતિ કાર્યક્રમમાં ભાવુકોનું અભિવાદન ઝીલતાં પૂ. જયશ્રી દીદીએ ચૌધરીની વિશેષતાઓ વર્ણવતાં કહ્યું કે, કૃષિ સાથે જોડાયેલા ચૌધરી અત્યંત ઉદાર, આવકારી, અતિશય ન્યાયી અને અતિશય સ્વમાની આ ચાર ધરી એટલે ચૌધરી. બીજાની આંખોમાં આંજણ નાંખી દ્રષ્ટી સ્પષ્ટ કરે એ આંજણા. ચૌધરીનું ગોત્ર અગ્નિ છે એટલે તેજ આ અગ્નિ શુદ્ધ કરે એમ સમાજની અંદર શુદ્ધિકરણની પ્રક્રિયા આપણે કરવાની છે.
ત્રિકાળ સંધ્યા ત્રણ લાખ લોકોને મોંઢે કરાવી, આ યુવા વિભાગે કર્યુ. યુવા પેઢીને ત્રિકાળ સંધ્યા મોઢે થઇ તો સમાજ અને ભારતનું ભવિષ્ય હંમેશા ઉજ્જવળ રહેશે. પેઢીઓની સંસ્કૃતિ, કૃષિનું યુવાપેઢી પાલન કરે અને સમાજને વધુ સાત્વિક, સક્ષમ અને ઉત્કૃષ્ટ બનાવીએ.  અત્રે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહીસાગર, સુરત, નવસારી અને કચ્છ જિલ્લામાંથી આંજણા ચૌધરી સમાજના 3 લાખથી વધુ ભાઈઓ અને બહેનો સામેલ થયાનું સ્વાધ્યાય પરિવારના સદસ્યોએ જણાવ્યું હતું. 
પૂ. જયશ્રી દીદીએ કહ્યું કે, મકરસંક્રાતિની ઊજવણી અંધારા પર પ્રકાશના વિજય થાય છે. ઉત્તરાયણ એટલે ઉત્તર અયન. સૂર્ય ઉત્તર તરફ જાય તે ઉત્તરાયણ અને તેનું પરિણામ અંધારા ઉપર પ્રકાશનો વિજય. હાલ 5.30 વાગે અંધારું થાય જે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત્રી ટૂંકી થશે. અત્યારે લાંબી રાત્રે દિવો પ્રગટાવાનું કામ કરવાનું છે. ભગવાનની આંખના આંજણ થઇએ તો આંજણા.પૂ.દીદીએ મહારાષ્ટ્ર ભાષામાં મેહસાણા શબ્દને મૂલવીને કહ્યું કે, ભેંસને લાવો એવો અર્થ થાય. ગાય ભેંસને પ્રેમ કરનારા એટલે મહેસાણા. પૂ. દીદીએ ધર્મને માનવાવાળા બંને ઝગડે તો બંનેમાંથી કોઇ ધાર્મિક નથી. એમ કહી ધર્મનો મર્મ વ્યકત કરતાં ભગવાન આપણી અંદર હોવાનું જણાવ્યું હતું. 
 આ મિલન આંજણા ચૌધરી પૂંજ માટે ન ભૂતો ન ભવિષ્યતિ જેવું રહ્યું. પારંપરિક વેશભૂષામાં ઉમટેલા આંજણા ચૌધરી સમાજના જનસાગરથી વૈકુંઠ રેસિડેન્સી ગ્રાઉન્ડ બપોરથી જ ખીચોખીચ ભરાઈ ગયું હતું. કાર્યક્રમના સ્થળે દીદીજીના આગમનની સાથે જ ઉપસ્થિત સૌ કોઈનો આનંદ બેવડાઈ ગયો હતો. અહીં પહોંચીને સૌ પ્રથમ દીદીજીએ સાંસ્કૃતિક ધ્વજ ફરકાવ્યો હતો. ત્યાર બાદ ખુલ્લી જીપમાં બેસી પરિવારનાં પ્રત્યેક લોકોને મળ્યા હતા. સ્ટેજ પર પૂ.દીદીજીનું આંજણા ચૌધરી સમાજના ભાઈઓ અને બહેનોએ ભાતીગળ અને પારંપારિક સ્વાગત કર્યું હતું. આ મિલનની વિશેષતા એ છે કે અહીં આવનાર દરેક ભાઈ બહેન ત્રિકાળ સંધ્યા કંઠસ્થ કરીને જ આવ્યા હતા. અહીં ત્રિકાળ સંધ્યાનું સામૂહિક પારાયણ થયું ત્યારે વૈકુંઠ રેસિડેન્સી ગ્રાઉન્ડ ગૂંજી ઊઠ્યું હતું. એ પછી આંજણા ચૌધરી સમાજના પ્રતિનિધિ સ્વરૂપ એક ભાઈ અને એક બહેને સ્વાધ્યાયના વિચારથી આ પૂંજમાં શું બદલાવ આવ્યો તે અંગે હ્રદયસ્પર્શી વાતો કરી હતી.

3 લાખ સ્વાધ્યાયીઓની મીણબત્તી પ્રગટાવી પૂ.દાદાજીને વંદના 
>> 91 બ્લોકમાં ગોઠવાઇ બેઠક વ્યવસ્થા
>> 5724 યુવા-યુવતીઓની ભાવવંદના
>> 10 ઝાંખીઓમાં ચૌધરી સમાજની ભાતીગળ પરંપરા, વિશેષતા રજૂ થઇ
>> 500 યુવાનોએ પૂર્ણાહુતિમાં શૌર્યસભર મશાલ ગીત ગાયું
>> 3718 કૃતિશીલો વ્યવસ્થામાં તૈનાત
>> 40 કિમીને આવરી લેતા 7 એન્ટ્રી પોઇન્ટ બનાવી વ્યવસ્થા સરળ કરી
>> 25 લાખ ચોરસ ફૂટ જગ્યામાં 12 પાર્કિંગ પોઇન્ટ બનાવ્યા
>> 8000થી વધુ વાહનો આવ્યા
>> 11 પોઇન્ટ પીવાના પાણી માટે
>> 5 મોટી એલઇડી અને 450 સ્પીકર
>> 47 ટાવરથી લાઇટિંગ વ્યવસ્થા કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો