તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાએ રૂ. 29 લાખના ખર્ચે તૈયાર કરી અદ્યતન રેસ્કયુ વાન, હવે ગલીઓમાં પણ પહોંચશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાન આકસ્મિક બનાવો વખતે ઝડપી સુવિધામાં ઉપયોગી અને અસરકારક બનશે

મહેસાણાઃ મહેસાણા પાલિકા ફાયર શાખામાં રૂ. 29 લાખના ખર્ચે અદ્યતન ટેકનોક્રેટ સ્પેશિયલ સર્વિસ વાન ફાયર એન્ડ રેસ્ક્યુનું લોકાર્પણ કરાયુ હતું.આ વાન આકસ્મિક બનાવો વખતે ઝડપી સુવિધામાં ઉપયોગી અને અસરકારક બની રહેશે.શહેરીજનોની સુવિધા માટે એસ.પી નિલેશ જાજડીયા,પાલિકા પ્રમુખ ઘનશ્યામસોલંકીની ઉપસ્થિતીમાં ફાયરસ્ટેશનમાં આ વાન ખુલ્લી મૂકાઇ હતી. આ રેસ્ક્યુ વાન વસાવી તેમાં નવતર સુવિધા પાછળ નગરપાલિકા ના માજી ઉપપ્રમુખ જયદીપસિંહ ડાભી  અને ફાયર ચીફ હરેશભાઇ પટેલે જહેમત કરી હતી. 

સ્પેશિયલ સર્વીસ વાનમાં કેવી ખાસિયતો
- સ્પેશિયલ સર્વિસ વાન માં ફાયર કોલ માટે 800 લીટર પાણીની ટેંક સાથે અલ્ટ્રા હાઈ પ્રેશર નો વોટર પંપ અને 60 મીટર લાંબી હોજ રીલ (પાણીની પાઈપ) બેસાડી છે. જેની મદદથી ઓછા પાણીના વપરાશથી આગ બુઝાવી શકાશે.
- વાન નાની ગલી અને સાંકડા રસ્તા  વિસ્તારમાં જઈ આસાનીથી આગ બુઝાવાશે.
- અલ્ટ્રા હાઈ પ્રેશર વોટર પંપથી જરૂર જણાય તો લાઈવ ઇલેક્ટ્રિક ફાયર ફાઈટીંગ કરી શકે છે.
- આ વાનમાં ફાયર સિવાયના સ્પેસીયલ કોલ માટે ખાસ પ્રકારની સુવિધા રાખેલ છે. જેના માટે એક 1000 કિલો વજન ઉચકી શકે અને 12 ફૂટ સુધી લાંબી થઇ શકે તે પ્રકારની ખાસ ક્રેન બેસાડી છે જેની મદદથી કુવા, વાવ, સીવરેજ ની કુંડી માંથી પશુ  સરળતાથી બહાર નીકળી શકાય છે.  કુવામાં બચાવ કામગીરીમાં વિન્ચની મદદથી ફાયરમેનને સલામાતીથી કુવામાં ઉતારી શકાય છે.
- રાત્રી કામગીરી  માટે વાનની ઉપર  હાઈ માસ વાનમાં ફાયર અને રેસ્ક્યુ કામગીરી  માટે વિવિધ સાધનો જેવાકે લાઈફ જેકેટ, લાઈફ બોરીંગ, હાઈડ્રોલીક કટર, રેસ્ક્યુ રોપ અને લાઈન, એનીમલ રેસ્કયુ બેલ્ટ,  ફાય મેન એક્સ, લાર્જ હેમર, બી એ સેટ, સેફટી બેલ્ટ,  રેસ્ક્યુ નેટ,  રોપ લેડર, સો કટરનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...