તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે ટ્રેક પર ફોટો સેશન માટે ગયેલા કિશોરનું રહસ્યમય મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત કે હત્યાના મુદ્દે ઘૂંટાતું રહસ્ય, પીએમ રિપોર્ટ પર નજર
  • રૂદ્વાક્ષ બંગ્લોઝમાં રહેતો કિશોર જન્માષ્ટમીના દિવસે 2 મિત્રો સાથે ફોટા પાડવા પાંચોટ બાયપાસથી ઊંઝા તરફના માર્ગે રેલવે ટ્રેક ઉપર ગયો હતો

મહેસાણાઃ પાંચોટ બાયપાસથી ઊંઝા તરફના માર્ગે રેલવે ટ્રેક પાસે બે મિત્રો સાથે ફોટો સેશન માટે ગયેલા 17 વર્ષના કિશોરના મૃત્યુની ઘટનાએ ચકચાર જગાવી છે. મહેસાણા તાલુકા પોલીસે ટ્રેનની અડફેટે મોત થયાની નોંધ કરી છે. જોકે, મૃતકના પરિવારે પુત્રની હત્યા થયાની આશંકા વ્યક્ત કરતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
મહેસાણાના રાધનપુર રોડ પર રૂદ્વાક્ષ બંગ્લોઝમાં રહેતો અને ધોરણ 12માં અભ્યાસ કરતો શ્લોક સંજયભાઇ પટેલ જન્માષ્ટમીના દિવસે જય પંચાલ અને બીજા એક મિત્ર સાથે બાયપાસ સ્થિત રેલવે ટ્રેક પર ફોટા પડાવવા ગયો હતો. 
બપોરે 12 વાગે શ્લોક રેલવે ટ્રેકથી કેટલેક દૂરથી પગ તેમજ ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજા થયેલી હાલતમાં મળી આવ્યો હતો. જેનું ખાનગી દવાખાનામાં સારવાર દરમિયાન  મોત થયું હતું. પોલીસે ટ્રેનની ટક્કરે મોત થયાની નોંધ કરી હતી. નોંધનીય છે કે, ઇજા, તેના ખિસ્સામાંથી મળેલો મોબાઇલ, ઘડિયાળના પટ્ટાના ત્રણ કટકા, ઝાડની ડાળી પરથી મળેલા તેના મોજા અને કેટલેક દૂરથી મળેલા બુટ સહિતના મુદ્દા શંકા ઉપજાવે તેવા છે. 

પરિવારે પુત્રની હત્યાની આશંકા  દર્શાવી 
બીજીબાજુ કિશોરના પિતાએ પુત્રની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી જરૂરી મહત્વના મુદ્દા પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા. જેને પગલે તાલુકા પીઆઇ દેસાઇએ ઘટના સ્થળની મુલાકાત લઇ બનાવ સમયે હાજર બંને મિત્રોના નિવેદન સહિતની તપાસ લંબાવી હતી. બુધવારે આવનારા પીએમ રિપોર્ટ પર નજર છે ત્યારે જો પીએમ રિપોર્ટમાં ઇજા ટ્રેનની ટક્કરની ના આવે તો હત્યાનો ગુનો પણ નોંધાઇ શકે છે. 

હાલના તબક્કે અકસ્માતનો કેસ કહી શકાય
ત્રણ છોકરા ફોટા માટે ટ્રેક પર ગયા હતા. મરનાર પાટા પાસે ઉભેલો અને ટ્રેનની અડફેટે ટ્રેનના આગળના લોખંડના એંગલથી ગુપ્તાંગ તેમજ પગમાં ઇજા થઇ હોવાનું જણાય છે. તેમ છતાં ટ્રેનના ડ્રાઇવર અને  પ્રત્યક્ષીઓના નિવેદનના આધારે પુરાવા ભેગા કરી તપાસ કરીએ છીએ. હાલના તબક્કે અકસ્માતનો કેસ કહી શકાય. પરિવારે તપાસની માંગણી કરી છે. - દેસાઇ, પીઆઇ,મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન