તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થોળ રોડ પર ડિવાઈડર પર કાર ચઢી ગઈ, પરિવારનો બચાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડિવાઈડર પર રેડિયમ કે અન્ય નિશાનના અભાવે સપ્તાહમાં સાત ગાડીઓને અકસ્માત થયો

કડીઃ કડી શહેરના થોળ રોડ સ્થિત અંડરબ્રિજથી બહાર નીકળતા થોળ તરફ જવાના માર્ગે રોડ વચ્ચેના ડીવાઈડર પર રેડિયમ કે સાવચેતીના કોઇ નિશાન ન હોઈ તેમજ સ્ટ્રીટ લાઈટના અભાવે શનિવારે રાતે પાલિતાણાના પરિવારની કાર (જીજે 01 એચ એફ 9222) ડિવાઈડર સાથે અથડાઇ પડી હતી. સદનસીબે, કારમાં સવાર પરિવારના તમામ ચાર સભ્યોનો આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન કડી શહેરના આ રોડ પર સાતથી વધારે વાહન ચાલકો રાત્રિ દરમિયાન ડિવાઈડર પર ચઢી જતાં અકસ્માતનો ભોગ બન્યા હોવાનું સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું.