ખેરાલુ / નાનીહિરવાણી પ્રાથમિક શાળાના 20 વર્ષીય યુવકનો ફાંસો ખાઇ આપઘાત

Suicide trapped by a 20-year-old youth of a minor school

  • શાળાના શૌચાલય નજીક વરંડા પાસે તારની એંગલે દોરી વડે ફાંસો ખાધો

Divyabhaskar.com

Oct 22, 2019, 08:44 AM IST

વિસનગરઃ ખેરાલુ તાલુકાના નાની હીરવાણી ગામના 23 વર્ષિય યુવકે સોમવારે પ્રાથમિક શાળાના શૌચાલય નજીક વરંડા પાસે ગળે ફાંસો ખાઇ આપઘાત કરતાં ચકચાર મચી ગઇ હતી. બનાવ અંગે ખેરાલુ પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી છે. મૃતક યુવક મજૂરીકામ કરતો હતો, પરંતુ આ પગલું કેમ ભર્યુ તેને લઇ રહસ્ય સજાર્યુ છે.

નાની હીરવાણી ના ચૌહાણ વસંત પશાભાઇ (23)એ સોમવારે અગમ્ય કારણોસર ગામની પ્રાથમિક શાળાના શૌચાલય નજીક બનાવેલા વરંડા ઉપર લોખંડની ફેન્સીંગ તારની એંગલ ઉપર દોરી વડે ગળે ફાંસો ખાઇ લીધો હતો.

વિધાનસભાની ચૂંટણીને લઇ મતદાન ચાલતું હોઇ ઘટનાની જાણ થતાં લોકો ભેગા થઇ ગયા હતા.બનાવ અંગે ચૌહાણ પ્રવિણભાઇ સોમાભાઇએ ખેરાલુ પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તેમના નિવેદનને આધારે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.

X
Suicide trapped by a 20-year-old youth of a minor school
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી