બાવળોની ઝાંડીઓથી ઘેરાયેલુ નાગલપુર તળાવ 11.99 કરોડના ખર્ચે રમણીય બનાવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડીટેઇલ પ્રિલીમનરી પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર થતા સોમવારે પાલિકાની સભામાં પરામર્શ  કરાશે

મહેસાણાઃ મહેસાણા શહેરમાં પરા તળાવની જેમ હવે નાગલપુર તળાવને ડેવલપ કરવા માટેની તૈયારીઓ શરૂ કરાઇ છે.જેમાં પાલિકાના કન્સલટન્ટ રાહે  રૂ. 11.99 કરોડના ખર્ચે તળાવ ડેવલપ કરવા અંગેના આવેલા પ્રિલિમનરી પ્રોજેક્ટ રીપોર્ટ અંગે સોમવારે મળનાર સામાન્ય સભામાં ચર્ચાના અંતે નિર્ણય લેવાશે.

શહેરના નાગલપુર નીલકંઠ મહાદેવ મંદિર સામે આવેલ તળાવ ચોમેર બાવળોની ઝાંડીઓમાં ઘેરાયેલુ છે. ગંદા પાણીનો નિકાલ થતો હોઇ આસપાસ દુર્ગંધ  ફેલાઇ રહી છે. બીજી તરફ મહેસાણા સીટી 2 એરીયામાં આ તળાવ આવતુ હોઇ વિસ્તારના રહિશોની પણ તળાવ ડેવલપ કરવા વારંવાર માંગ ઉઠતી રહી છે.જેને લઇને નગરપાલિકા તંત્ર દ્વારા તળાવનો વિકાસ કરવા ગત જાન્યુઆરીમાં ડીપીઆર બનાવાનો નિર્ણય લેવાયો હતો.

આ ડીટેઇલ પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરીને કન્સલટન્ટે પાલિકામાં જમા કરાવી દીધો છે.જેમાં રૂ. 11.99 કરોડના ખર્ચે તળાવને ડેવલપ કરવાનું આયોજન દર્શાવ્યુ છે.જેમ તળાવની ફરતે પિચીગ કરી પ્રોટેક્શન દિવાલ બનાવવી,ગાર્ડન, ચિલ્ડ્રનપાર્ક,વરસાદી પાણી માટે બોક્ષ કલ્વર્ટ સહીતની વ્યવસ્થા, સુવિધાઓનું આયોજન પ્રીલીમનરી રીપોર્ટમાં છે.જોકે સોમવારે સભામાં ચર્ચાના અંતે નિર્ણય લેવાશે.