ઊંઝાઃ ઊંઝામાં વિસનગર રોડ ઉપર આવેલી પાણીની ટાંકી સામેની હોટલ પાસેથી પોલીસે જીરું વરિયાળીના શંકાસ્પદ 552 બોરીના જથ્થા સાથે ટ્રકને ઝડપી લીધી હતી.પોલીસે કિં. 25.81.680 નોમુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઊંઝા પોલીસ ડી.સ્ટાફ ઇન્ચાર્જ પી.એસ.આઈ.કે.એમ.ચાવડા ને મળેલ બાતમી કે પાણી ની ટાંકી સામે જૂની જાગીર હોટલની સામે વિસનગર રોડ ઉપર એક શંકાસ્પદ ટ્રક RJ-19-9A-9211 ઉભી છે,જે બાતમી આધારે હે.કો.દશરથ જકસી,નિકુલ પટેલ,વિવેક પટેલ સાથે પહોંચી ટ્રક ડ્રાઇવર હુકારામ ટીકુરામ ચૌધરી( રહે. પાળુસર, તાલુકો શેરગઢ જિલ્લો,રાજસ્થાન) ની પુછપરછ કરી હતી.ટ્રકમાં કુલ 24675 કિલો માલ જીરું/વરિયાળી ની અલગ/અલગ વજનની કુલ 552 બોરીઓ રૂ.25.81.680/- મળી આવ્યો હતો.આ જથ્થો અને માલ કોનો અને ક્યાં જાય છે તેની તપાસ હાથ ધરી છે.
પી.એસ.આઈ.કે.એમ. ચાવડાએ જણાવ્યું કે ટ્રક ચાલકે દર્શાવેલ બિલ અને જથ્થો જીરું/વરિયાળી બંને શંકાસ્પદ છે,માલની ખરાઈ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ની મદદ માંગી છે,તેમજ આ જથ્થા નો મલિક કોણ અને આ જથ્થો ક્યાં જતો હતો એની ખરાઈ માટે અટકાયત કરાઈ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.