વિવાદ / હિંમતનગરમાં નર્સનો ટીકટોક વીડિયો, સસ્પેન્ડ કરી દેવાઈ

  • ટીક ટોક વીડિયોને કારણે વિવાદ
  • આશા વર્કરોને પણ વીડિયોમાં સામેલ કરી

Divyabhaskar.com

Aug 14, 2019, 01:12 PM IST

હિમતનગર: મોયદ પીએચસીના સબસેન્ટર સલાલમાં કોમ્યુનીટી હેલ્થ ઓફીસર- નર્સ જૂહી શર્માને સબસેન્ટરમાં ચાલુ ફરજ દરમિયાન આશાવર્કર, એફએચ ડબલ્યુ પાસે માડી ચૌદ ભૂવનમાં રહેતી, ઉડણમાં આભ લેતી છોરુડાને ખમ્મા કહેતી ર્માં મોગલ માડીના ગરબાની તર્જ પર ગરબા ગવડાવવા સહિત જોક્સ વગેરેના વીડીયો ઉતારી ટીકટોક પર વાયરલ કરવાનો શોખ ભારે પડ્યો છે. પીએચસીના માધ્યમથી જિલ્લા આરોગ્ય અધિકારીને વીડીયો બાબતે જાણ કરવામાં આવ્યા બાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ વીડિયોની ચકાસણી બાદ મંગળવારે શિસ્તનુ પાલન ધોરણ ન જાળવવાને મામલે સસ્પેન્ડ કરી દીધી છે.

ફરજ દરમિયાન સબ સેન્ટરમાં જ વીડિયો બનાવ્યો
જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે કોમ્યુનીટી હેલ્થ ઓફીસર જૂહી શર્માએ ફરજ દરમિયાન સબ સેન્ટરમાં જ વીડિયો બનાવ્યા હોવાનું અને આશાવર્કરને પણ સામેલ કર્યાનું પૂરવાર થતાં મંગળવારે જૂહી શર્માને સસ્પેન્ડ કરાઇ છે. સમગ્ર પ્રકરણની તપાસ કરવા વહીવટી અધિકારી કેડી નિનામા અને ડીસ્ટ્રીક્ટ પબ્લીક હેલ્થ નર્સ સોનલબેન પરમારની તપાસ કમીટી બનાવી છે.

યુવતીના 10 થી વધુ વીડિયો ટીકટોક પર છે
સલાલ સબ સેન્ટરની કોમ્યુનીટી હેલ્થ ઓફીસર જૂહી શર્મા સોશ્યલ મીડીયાના ચસ્કામાં ભાન ભૂલી હોવાની બીના આરોગ્ય વિભાગમાં ચર્ચાસ્પદ બન્યુ હતું. આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જૂહી શર્માને ટીકટોક પર વીડીયો અપલોડ કરવાનો ભારે શોખ હતો અને અત્યાર સુધીમાં 10 થી વધુ વીડીયો ટીકટોક પર હોવાનુ જાણવા મળી રહ્યુ છે. જોકે, તેના એપ્રુવલ વગર તેના એકાઉન્ટમાં વીડીયો નીહાળી શકાતા નથી.

જૂહી શર્માના 1226 ફોલોઅર
જૂહી શર્માના ટીકટોક એકાઉન્ટમાં 1226 ફોલોઅર છે અને અત્યાર સુધીમાં 5645 લાઇક્સ મળી ચૂક્યા છે અને તેનુ પોતાનુ ફોલોઇંગ 1294નુ છે. મતલબ ટીકટોક ઇન્સ્ટાગ્રામ પર સક્રીય રહે છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી