શિક્ષણ અંગે મંથન / અટલજીના જન્મદિને નવી શિક્ષણ નીતિ જાહેર કરાશે: રમેશ પોખરિયાલ

New education policy to be announced on Atalji's birthday- Ramesh Pokhriyal

  • ગણપત યુનિ.માં શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં સર્વગ્રાહી શિક્ષણ અંગે ત્રણ ઠરાવ કરાયા
  • સરકાર માતૃભાષામાં શિક્ષણ આપનારને પ્રોત્સાહિત કરે: ભૈયાજી જોશી

Divyabhaskar.com

Nov 11, 2019, 02:28 AM IST
મહેસાણા: 25મી ડિસેમ્બર અટલ બિહારી વાજપાઇના જન્મદિને દેશમાં નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવામાં આવશે તેમ માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે જણાવ્યું છે. તેઓ રવિવારે મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં શિક્ષકોના રાષ્ટ્રીય અધિવેશનમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે, નવી શિક્ષણ નીતિ અંતિમ પડાવથી પસાર થઇ રહ્યા છીએ. નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવા પ્રધાનમંત્રીને પ્રસ્તાવ કર્યો છે. પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષાને પ્રાધાન્ય અપાશે.
નવી શિક્ષણ નીતિ અંતિમ પડાવમાં
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના 7મા રાષ્ટ્રીય અધિવેશનને સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલે ઉમેર્યું કે, નવી શિક્ષણ નીતિમાં 3થી 6 વર્ષ સુધીના બાળકોને રાઇટ ટુ એજ્યુકેશનમાં આવરી લેવાશે. માતૃભાષામાં જે અભિવ્યક્તિ થાય એવી બીજી કોઇ ભાષામાં ન થઇ શકે તેમ કહી પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં હશે, જેથી બાળકો ઇતિહાસ, સંસ્કૃતિ, ભૂગોળ વગેરે સારી રીતે સમજી શકે. શિક્ષણમાં સંસ્કાર જરૂરી છે, નહીં તો કપાયેલા પતંગ જેવી હાલત થશે. દેશમાં આવનાર નવી શિક્ષણ નીતિ સંસ્કારોથી જોડાયેલી, રોજગાર વધારતી, ઉદ્યોગ, ટેકનોલોજી, વિઝન સાથેની નવા ભારત નિર્માણની આધારશીલા રૂપ હશે. દેશમાં 1.10 લાખ ગ્રામિણ સમિતિઓના પરામર્શ બાદ નવી શિક્ષણ નીતિ અંતિમ પડાવમાં છે, તેને અમે પબ્લિક ડોમેઇનમાં મૂક્યા પછી બે લાખથી વધુ સુચનો આવ્યાં છે. જે એનસીઇઆરટી તેમજ બેંગ્લુરુ શિક્ષણ સંસ્થાને મોકલી અપાયાં છે.
ત્રિદિવસીય અધિવેશનનું સમાપન
તેમણે ઉમેર્યુ કે, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સાથે જય અનુંસંધાનની દિશામાં આગળ વધી મેઇક ઇન ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા સાથે દેશ આગળ વધી રહ્યો છે. આરએસએસના સરકાર્યવાહક ભૈયાજી જોશીએ માતૃભાષામાં શિક્ષણને પ્રોત્સાહન માટે સરકારને વિશેષ સુવિધાઓ, વ્યવસ્થાઓ કરવા નિવેદન કર્યું હતું. તેમણે ભાવિ પેઢીને તૈયાર કરવા માટે સ્ટેન્ડ અપ, સ્ટાર્ટઅપ પછી હવે સ્પીડઅપનો શિક્ષકોને રાહ ચિંધ્યો હતો. ત્રિદિવસીય અધિવેશનના સમાપનમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, યુનિ.ના ચેરમેન ગણપતભાઇ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત હતા.
રામમંદિર ઉપર 2025માં ધજા લાગશે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, આપણી બધાની રામમંદિર નિર્માણની ઇચ્છા પૂર્ણ થઇ છે. લોકશાહીમાં કાનૂનના દાયરામાં વર્ષોથી ચાલતી લડાઇ ભગવાનના આશીર્વાદથી પૂર્ણ થઇ છે. હવે રામમંદિર બનવાનું નિશ્ચિત છે. આ દેશ નિર્માણનો જ એક ભાગ છે. કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું કે, ઇન્ડોનેશિયામાં દર 10 કિમીએ રામની મૂર્તિ છે. તેઓ રામને આદર્શ માને છે. ધર્મ ઇસ્લામ છે, સંસ્કૃતિ રામની છે. મોરેશિયસમાં રામાયણ કેન્દ્ર છે. આરએસએસના ભૈયાજીએ કહ્યું કે, જે રામમંદિરની કલ્પના કરી છે તે નિર્માણ થશે, તેની ધજા 2025માં લાગશે.
X
New education policy to be announced on Atalji's birthday- Ramesh Pokhriyal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી