ચોમાસું / આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતના વડનગરમાં એક ઈંચ વરસાદ

Heavy rain forecast in Gujarat today one inch rain in Vadnagar of North Gujarat
Heavy rain forecast in Gujarat today one inch rain in Vadnagar of North Gujarat

  • હવામાન વિભાગે આજે 15 ઓગસ્ટે રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘરાજા ની આગાહી કરી છે

Divyabhaskar.com

Aug 15, 2019, 03:28 PM IST

મહેસાણા: આજે 15 ઓગસ્ટે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બંગાળના દરિયામાં લો પ્રેસર બન્યું હતું તે આગળ વધી રહ્યું છે. જેને પગલે આજે ભારેથી અતિભારે વરસાદ સંભાવના છે. અમદાવાદમાં પણ બપોરે એક ઝાપટું પડ્યું હતું અને વરસાદી માહોલ બન્યો છે.
વરસાદના આંકડા
ઉત્તર ગુજરાતના વડનગરમાં 30 મીમી, ઇડર 28 મીમી, ભિલોડા 27 મીમી, વિસનગર 26 મીમી, વાવ 25 મીમી, પોસિના 22 મીમી, ખેરાલુ 20 મીમી,ઊંઝા 19 મીમી, મોરવા હાડફમાં 18 મીમી, અમીરગઢમાં 17 મીમી, દાંતામાં 17 મીમી, નવસારીમાં 15 મીમી, વાપીમાં 14 મીમી, વિજયનગરમાં 12 મીમી, દાહોદમાં 11 મીમી, સતલાસણામાં 11 મીમી ખાબક્યો હતો. જ્યારે મહેસાણા, હિંમતનગર અને ધરમપુરમાં 10 મીમી વરસાદ પડ્યો છે.
ઉત્તર અને મધ્ય ગુજરાત, કચ્છ સૌરાષ્ટ્રમાં વરસાદ
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડશે. રાજ્યમાં ફરી એક વાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 48 કલાકમાં રાજ્યમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે.

X
Heavy rain forecast in Gujarat today one inch rain in Vadnagar of North Gujarat
Heavy rain forecast in Gujarat today one inch rain in Vadnagar of North Gujarat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી