ચોમાસું / ઉત્તર ગુજરાતમાં 9 ઇંચ, રાજકોટમાં 2 ઇંચ વરસાદ, આજે પણ આગાહી

પાલનપુર આબુરોડ નેશનલ હાઈવે
પાલનપુર આબુરોડ નેશનલ હાઈવે
બાલારામ નદીમાં ઘોડાપૂર
બાલારામ નદીમાં ઘોડાપૂર
પાલનપુર શહેર પાણી પાણી
પાલનપુર શહેર પાણી પાણી
ખેતરોમાં પાણી ભરાતા પંપ મૂકી નિકાલ કરતા ખેડૂતો
ખેતરોમાં પાણી ભરાતા પંપ મૂકી નિકાલ કરતા ખેડૂતો
6 inches rain in Poshina next 24 hours Heavy to very heavy rain forecast in Gujarat
6 inches rain in Poshina next 24 hours Heavy to very heavy rain forecast in Gujarat

  • ભાવનગરમાં વધુ એક ઇંચ વરસાદ, વડોદરામાં પણ 1 ઇંચ સુધી વરસાદ
  • 24 કલાકમાં પોશીના અને સતલાસણામાં 6 ઈંચ વરસાદ 
  • અંબાજીમાં ભેખડો ઘસી પડતા હાઈવે પર વાહનચાલકોને હાલાકી

Divyabhaskar.com

Aug 17, 2019, 01:14 AM IST

મહેસાણા , વડોદરા, રાજકોટ, ભાવનગર: ઉત્તર ગુજરાતમાં બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમને લઇ બુધવાર સાંજ બાદ વરસાદી માહોલ બંધાયો હતો. જે અંતર્ગત મોડી રાતથી ધીમે ધીમે સાર્વત્રિક વરસાદની શરૂઆત થઇ હતી. ગુરૂવાર આખો દિવસ સાર્વત્રિક વરસાદની સ્થિતિ યથાવત રહી હતી. જે શુક્રવાર બપોર સુધી જોવા મળી હતી. ત્યાર બાદ ધીમેધીમે વાદળો વિખરાયા હતા.

સતલાસણા તાલુકાના ભાલુસણાથી નાનીભાલુ જતો રોડ ધોવાયો
આ 48 કલાકમાં 11 તાલુકામાં સૌથી વધુ 4 થી 8.6 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાં પોશીનામાં 215 મીમી(8.6 ઇંચ), હારીજમાં 200 મીમી (8 ઇંચ), સતલાસણામાં 162 મીમી(6.48 ઇંચ), અમીરગઢમાં 139 (5.56 ઇંચ), ખેડબ્રહ્મામાં 136 મીમી(5.44 ઇંચ), દાંતામાં 127 મીમી(5 ઇંચ), સિધ્ધપુરમાં 117 મીમી(4.68 ઇંચ), પાલનપુરમાં 115 મીમી(4.6 ઇંચ), વડગામ અને ઊંઝામાં 104 મીમી (4.16 ઇંચ) અને ભિલોડામાં 101 મીમી(4 ઇંચ) વરસાદ રહ્યો હતો. બે દિવસના વરસાદમાં મહેસાણા જિલ્લામાં સતલાસણા તાલુકાના ભાલુસણાથી નાનીભાલુ જતો રોડ ધોવાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં તાજપુર કુઇમાં એક મકાન અને બડોલીમાં દુકાન જમીનદોસ્ત થઇ હતી. ઇડરના દેત્રોલી ગામની નદીમાં ઘોડાપૂર આવતાં સંર્પક વિહોણું બન્યું હતું.

ભાવનગરમાં શુક્રવારે એક ઇંચ વરસાદ
રાજકોટમાં ગુરુવાર સાંજથી શુક્રવાર સાંજ સુધીના 24 કલાકમાં બે ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું. ભાવનગરમાં શુક્રવારે એક ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે સિહોરમાં અડધા ઇંચથી વધુ અને તળાજા, જેસર અને ઘોઘામાં હળવા ઝાપટા વરસી ગયા હતા. વડોદરામાં શુક્રવારે શહેરમાં વરસાદનું પુન:આગમન થયું હતું.સવારે 6 વાગ્યાથી લઇને રાત્રે 8 વાગ્યા સુધીના 14 કલાકના સમયગાળામાં શહેરભરમાં 14 મી.મી વરસાદ વરસ્યો હતો.

X
પાલનપુર આબુરોડ નેશનલ હાઈવેપાલનપુર આબુરોડ નેશનલ હાઈવે
બાલારામ નદીમાં ઘોડાપૂરબાલારામ નદીમાં ઘોડાપૂર
પાલનપુર શહેર પાણી પાણીપાલનપુર શહેર પાણી પાણી
ખેતરોમાં પાણી ભરાતા પંપ મૂકી નિકાલ કરતા ખેડૂતોખેતરોમાં પાણી ભરાતા પંપ મૂકી નિકાલ કરતા ખેડૂતો
6 inches rain in Poshina next 24 hours Heavy to very heavy rain forecast in Gujarat
6 inches rain in Poshina next 24 hours Heavy to very heavy rain forecast in Gujarat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી