વરસાદની રમઝટ વચ્ચે આજથી રુમઝુમ નોરતાંનો આરંભ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાનાં નગરદેવી તોરણવાળી માતાના મંદિરે સવારે 8 વાગે અને બહુચરાજી શક્તિપીઠમાં સવારે 7.30 વાગે ઘટસ્થાપન કરાશે

મહેસાણાઃ રવિવારથી નવલા નોરતાનો આરંભ થઇ રહ્યો છે ત્યારે માતાજીની આરાધના સાથે મહેસાણા શહેર સહિત જિલ્લાભરમાં માતાજીના ગરબાની રમઝટ જામશે. વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડોમાં પાણી ભરાતાં આયોજકોની હાલત કફોડી બની છે. 
નવરાત્રિના આરંભે મહેસાણાનાં નગરદેવી તોરણવાળી માતાના મંદિરે રવિવારે સવારે 8 વાગે ઘટસ્થાપન વિધિ થશે અને સાંજે 7 વાગ્યે માંડવીની સ્થાપના બાદ ગરબા શરૂ થશે. જ્યારે બહુચરાજી શક્તિપીઠમાં સવારે 7.30 કલાકે ઘટ સ્થાપન કરાશે. આ પળના દર્શન કરવા હજારો ભક્તો ઊમટી પડશે. 
 
મેઘરાજાની મહેર વચ્ચે ગરબા આયોજીત ગ્રાઉન્ડોમાં ભરાયેલા પાણી, લગાવેલા બેનરો તૂટી જવાની સાથે ગોઠવેલી મ્યુઝિક સિસ્ટમની જાળવણીના મુદ્દે આયોજકોની હાલત કફોડી બની છે. અંબાજી, ઊંઝામાં મા ઉમિયા, ખેડબ્રહ્મામાં મા અંબિકા, બહુચરાજીના શંખલપુરમાં મા બહુચર, મરતોલીમાં મા ચેહરભવાની, પાલોદરમાં જોગણી માતાજી, પાટણના વરાણામાં ખોડિયાર માતાજી સહિતના દેવી સ્થાનકોમાં નવરાત્રિને લઇ ઘટ સ્થાપન વિધિ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...