મહેસાણા / બહુચરાજી પંથકના 8 ગામોના ખેડૂતોની રજૂઆત બાદ નર્મદાનું પાણી શરૂ કરાયું

Narmada water started to giving farmers of 8 villages

  • નાવિયાણી કેનાલમાં પાણીના ધાંધિયા અંગે ચાંદણકી સહિતના ખેડૂતોની મામલતદારને રજૂઆત
  • આઠ ગામના ખેડૂતોની 5000 વીઘા જમીનમાં ખેતી પાક સુકાતો હતો 

Divyabhaskar.com

Jan 22, 2020, 08:55 AM IST
બહુચરાજીઃ બહુચરાજી તાલુકામાંથી પસાર થતી નાવિયાણી ડિસ્ટ્રીબ્યુટરી નર્મદા કેનાલના ગેટ 12મી જાન્યુઆરીથી બંધ કરી દેવાયા હોઇ ચાંદણકી સહિત આઠ ગામના ખેડૂતોની 5000 વીઘા જમીનમાં ખેતી પાક સુકાતો હતો. જે અંગે સોમવારે ખેડૂતોના સંગઠને મામલતદારને રજૂઆત કર્યા બાદ કેનાલના ગેટ ખોલાતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.
ચાંદણકી નર્મદા પિયત સહકારી મંડળીના મંત્રી સહિતના ખેડૂતોએ સોમવારે નર્મદા કેનાલથી પિયત પાણી નહીં મળવા અંગે બહુચરાજી મામલતદારને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, તાલુકામાંથી પસાર થતી નાવિયાણી ડિસ્ટ્રીબ્યુટરી નર્મદા કેનાલ છેલ્લા દસ- બાર વર્ષતી બની છે.
પરંતુ વિભાગના બિન જવાબદાર વહીવટ, અપૂરતો સ્ટાફ, કેનાલોની સફાઇ ન કરાવવી, રિપેર નહીં કરાવવી તેમજ પાણી વિતરણના ગેર આયોજનના કારણે એકપણ સિઝનમાં ખેતી પાકને અનુકૂળ પાણી નહીં મળવાથી ખેડૂતો આર્થિક રીતે તૂટી ગયા છે. આ મામલે નર્મદા વિભાગના અધિકારીઓને અનેક રજૂઆતો કરવા છતાં કોઇ પરિણામ મળ્યું નથી.
જો આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં કરાય અને સમયસર પાણી નહીં મળે તો વિસ્તારમાં ખેતીના પાકને 50 ટકા ઉપરાંત નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી છે. ખેડૂતોની આ રજૂઆતને પગલે 12મીથી બંધ કરેલા ગેટ ખોલવામાં આવતાં પાણી શરૂ થયું છે.
X
Narmada water started to giving farmers of 8 villages
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી