મહેસાણા / બેચરાજીનું રેલવે સ્ટેશને બે વર્ષ પહેલા બ્રોડગેજનું સપનું બતાવી મીટરગેજ ટ્રેનો બંધ કરી દીધી, હવે બાવળો ઉગી નીકળ્યા

  • અમદાવાદ-રણુંજ વાયા કડી  મીટર ગેજ ટ્રેનો 15 સપ્ટેમ્બર, 2017થી બંધ કરાઇ હતી

Divyabhaskar.com

Oct 13, 2019, 07:48 PM IST

બેચરાજી/ મહેસાણા: તીર્થધામ બેચરાજીને જોડતી અમદાવાદ-રણુંજ વાયા કડી મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતર કરવાના નામે આજથી બે વર્ષ પહેલાં ટ્રેનો બંધ કરી દીધી હતી. પરંતુ આજદિન સુધી બ્રોડગેજ લાઇનનું કોઇ કામ હાથ નહીં ધરાતાં લોકોમાં રોષ છે. ભરાયેલા લોકો પૂછી રહ્યા છે કે કામ શરૂ કરવાનું જ નહોતું તો પછી ટ્રેનો શું કામ બંધ કરી. તો આ વિસ્તારના નેતાઓ પણ માટીપગા નીકળ્યા, જેમની પીપુડી કોઇ સાંભળતું ન હોઇ વિસ્તારના વિકાસ રુંધાઇ રહ્યો છે.

 

યાત્રિકોને હાલાકી
બેચરાજી વેપારી મહામંડળના સેક્રેટરી ચંપકલાલ શાહે જણાવ્યું કે, બ્રોડગેજનું કામ શરૂ કરવાનું જ નહોતું તો પછી મીટરગેજ ટ્રેનો બંધ કરવાની ક્યાં જરૂર હતી. ટ્રેનો બંધ થવાથી અહીંના વેપાર-ધંધાને મોટો ફટકો પડ્યો છે. દર પૂનમે અને રવિવારે બહુચરાજી માતાજીના દર્શને આવતા યાત્રિકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. સરકાર ખરેખર બ્રોડગેજ લાઇન નાખવાની જ હોય તો તે પહેલા આ સ્ટેશનને ડેવલપ કરવાની જરૂર છે.

 

આદર્શ સ્ટેશન બનાવવાની બે વાર જાહેરાત
અમદાવાદ-રણુંજ વાયા કડી, કટોસણ, બહુચરાજી, ચાણસ્માની મીટર ગેજ ટ્રેનો 15 સપ્ટેમ્બર, 2017થી બંધ કરાઇ હતી. આ લાઇનને બ્રોડગેજમાં ફેરવવાની અને બેચરાજીને આદર્શ સ્ટેશન બનાવવાની બબ્બે બજેટમાં જાહેરાત કરી ઉલ્લુ બનાવાયાં છે. કારણ આજે સ્થળ ઉપર કોઇ કામ થયાં નથી. આ રેલવે સ્ટેશને આવી નજર નાખે તો ખબર પડે કે આ તો યાત્રાધામનું રેલવે સ્ટેશન છે કે ખરાબાનું જંગલ.
(તસવીર અને માહિતી: હર્ષદ પટેલ, મહેસાણા)

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી